ટીમમાં ફેરફારથી બોલિંગ મજબૂત બની અને જીત મળી : ધોનીનો તર્ક
લખનઉ,
તા.1પ: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીનું માનવું છે કે ટીમમાં કરેલા ફેરફારને
લીધે બોલિંગ મજબૂત બની અને લખનઉ વિરુદ્ધ જીત મળી. લખનઉ સામેના મેચમાં સીએસકે ઇલેવનમાંથી
બે અનુભવી ખેલાડી ડવેન કોન્વે અને રવિચંદ્રન અશ્વિનને બહાર કરાયા હતા. તેમના સ્થાને
શેખ રસીદ અને અંશુલ કમ્બોજને તક મળી હતી. ખલિલ અને કમ્બોજે પાવર પ્લેમાં 3-3 ઓવર કરી
હતી અને 42 રન આપી બે વિકેટ લીધી હતી. જેમાં નિકોલસ પૂરનની વિકેટ સામેલ હતી.
ગઇકાલના
મેચમાં લખનઉ સુપર જાયન્ટસે 166 રન કર્યાં હતા. જવાબમાં સીએસકેએ આખરી ઓવરમાં વિજય લક્ષ્યાંક
પાર કર્યો હતો. આ દરમિયાન ધોની ફરી એકવાર ફિનિશરના રૂપમાં જોવા મળ્યો હતો. તેણે 11
દડામાં 4 ચોક્કા-1 છક્કાથી અણનમ 26 રન કર્યાં હતા. જયારે શિવમ દૂબે 43 રને નોટઆઉટ રહ્યો
હતો.
પાછલા
6 વર્ષમાં પહેલીવાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ધોનીએ કહ્યંy કે એક કારણ એ પણ રહ્યંy
કે ચેન્નાઇની વિકેટ ધીમી છે. અમે દિલ્હીમાં રમ્યા તો વિકેટ થોડી સારી હતી આથી અમારા
બેટધરે રન કરી શકયા. પાછલા કેટલાક મેચ અમે નજીકના અંતરથી હાર્યાં. હવે આ જીતથી ખેલાડીઓનો
આત્મવિશ્વાસ વધશે. જો કે કપ્તાન ધોનીએ સ્વીકાર્યું કે તેની ટીમના બેટધરોએ સારી રીતે
જવાબદારી નિભાવવાની જરૂર છે.