નવી દિલ્હી, તા. 4 : આઈપીએલની સમાપ્તિ બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ઈંગ્લેન્ડના પ્રવાસે ભારત મેજબાન ટીમ સામે પાંચ ટેસ્ટ મેચ રમશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી સાથે જ ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા ચક્રની શરૂઆત કરશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમના સિલેક્શન ઉપર સૌની નજર છે.
ઈંગ્લેન્ડના
પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી મે મહિનાના બીજા અઠવાડીયા સુધીમાં થઈ શકે છે. રિપોર્ટ
અનુસાર રોહિત શર્મા જ ટીમનો કેપ્ટન રહેશે. આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ ટેસ્ટ
ટીમમાં જગ્યા મળી શકે છે. શમી ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટિંગ એક્શનથી દૂર હતો.
તેણે ઈંગ્લેન્ડ સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી વ્હાઈટ બોલ શ્રેણીથી આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં વાપસી કરી હતી. શમી બાદમાં ચેમ્પિન્સ ટ્રોફી રમ્યો હતો. જેમાં નવ વિકેટ
લઈને ભારતીય ટીમની ખિતાબી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વર્તમાન
સમયે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો છે. જો કે પ્રદર્શન આઈપીએલ 2025મા
ખાસ રહ્યું નથી. જે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. શમીએ
વર્તમાન આઈપીએલ સીઝનમાં અત્યારસુધીમાં નવ મેચમાં 56.16ની એવરેજ અને 11.23ની ખરાબ ઈકોનોમિક
રેટથી માત્ર છ વિકેટ લીધી છે. શમીની લેંથ અને લઈને બગડેલી હોવાથી મોંઘો સાબિત થઈ
રહ્યો
છે.