• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ફૂટબોલ વર્લ્ડ કપ-2026માં જગ્યા બનાવનાર ઇંગ્લેન્ડ યૂરોપનો પહેલો દેશ

લંડન, તા.1પ: આવતા વર્ષે રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ટીમ જગ્યા મેળવનારી યૂરોપની પહેલી ટીમ બની છે. બીજી તરફ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને તેની ટીમ પોર્ટૂગલે હંગેરી વિરુદ્ધના મેચમાં ઇન્જરી ટાઇમમાં ગોલ કરવાનો મોકો ગુમાવ્યો હતો. આથી તેણે વર્લ્ડ કપની ટિકિટ બૂક કરવા માટે હજુ રાહ જોવી પડશે. ગઇકાલે વર્લ્ડ કપ ક્વોલીફાય મેચમાં ઈંગ્લેન્ડનો લાટવિયા પર પ-0 ગોલથી વિજય થયો હતો. કપ્તાન હેરી કેને પહેલા હાફમાં બે ગોલ કર્યાં હતા. લાટવિયા સામેની જીતથી ઇંગ્લેન્ડ ટીમે બે મેચ બાકી રહેતા વિશ્વ કપમાં પ્રવેશ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક