• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

કર્ણાટકની શાળા-કોલેજોમાં છજજ ઉપર લાગશે પ્રતિબંધ

રાજ્ય કેબિનેટનો નિર્ણય, નવો કાયદો લવાશે : પ્રિયાંક ખડગેના અનુરોધ બાદ સિદ્ધારમૈયા સરકારનો નિર્ણય

નવી દિલ્હી, તા. 16 : કર્ણાટક મંત્રિમંડળે સરકારી શાળા અને કોલેજ પરિસરમાં આરએસએસની ગતિવિધીઓ રોકવા માટે નિયમ લાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મંત્રી પ્રિયાંક ખડગે દ્વારા આ નિર્ણયની જાણકારી આપવામાં આવી છે. પ્રિયાંક ખડગેએ કહ્યું છે કે કર્ણાટક કેબિનેટે રાજ્યની સરકારી શાળા અને કોલેજના પરિસરમાં આરએસએસ ગતિવિધિ રોકવા નિયમ લાવવાનો નિર્ણય કર્યો છે.

ખડગેનું નિવેદન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ટિપ્પણી બાદ આવ્યું છે જેમાં એક દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે કોઈપણ સંગઠન લોકોને પરેશાન ન કરે તે સુનિશ્ચિત કરવા સરકાર વિચાર કરી રહી છે. કર્ણાટક કેબિનેટના નિર્ણયથી રાજ્યભારની સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત શાળા અને કોલેજના પરિસરમાં આરએસએસની બેઠકો અને અન્ય ગતિવિધિઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તેવી સંભાવના છે. આરએસએસને કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી ભાજપની માતૃ સંસ્થા કહેવામાં આવે છે. પ્રિયાંક ખડગેએ જ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સમક્ષ સરકારી શાળા કોલેજ અને સરકારી મંદ્યિરોમાં આરએસએસની ગતિવિધિ ઉપર રોક મુકવાનો આગ્રહ કર્યો હતો. વધુમાં આરએસએસ યુવાનોનું બ્રેનવોશ કરતું હોવાનું અને સંવિધાન વિરુદ્ધ કામ કરતું હોવાનો આરોપ મુક્યો હતો. બીજી તરફ ભાજપ દ્વારા પ્રિયાંક ખડગેના વલણની આલોચના કરી હતી અને રાજ્યમાં આરએસએસ ઉપર પ્રતિબંધ મુકવાવા મુદ્દે પડકાર ફેંક્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક