• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

ભાવનગરમાં યુવાનની હત્યામાં પત્ની અને સસરાની ધરપકડ

બોરતળાવ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી

ભાવનગર, તા.16: શહેરના હાદાનગર વિસ્તારમાં સરા જાહેર યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાના બનાવમાં પત્ની અને સસરાની પોલીસે ધરપકડ કરી છે.

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ (ઉ.45)ના લગ્ન 18 વર્ષ પહેલા મનસુખભાઈ નટુભાઈ પરમારની દીકરી મીનાબેન સાથે થયા હતા. બાદ અવારનવાર ઝઘડો થવાના કારણે મીનાબેને તેના પતિ સામે છુટાછેડાનો કેસ દાખલ કરાવ્યો હતો. જે બાબતે બંન્ને પિતા, પુત્રીએ દેસાઈનગર નજીક સુરેશભાઈ પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાસી છુટયા હતા. બનાવ અંગે બોરતળાવ પોલીસે ભોગ બનનાર યુવાનની પત્ની અને સસરા વિરૂદ્ધ ગુનો નોંધી સસરા મનસુખભાઈ અને પત્ની મીનાબેનની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક