પર્થ, તા.16: સ્ટાર બેટસમેન વિરાટ કોહલી, રોહિત શર્મા અને નવા કેપ્ટન શુભમન ગિલ સાથે ટીમ ઇન્ડિયા ગુરુવારે સવારે પર્થ પહોંચી છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તા. 19મીએ પ્રથમ વન ડે મેચ રમાશે. બન્ને દેશ વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણી પછી પ મેચની ટી-20 ટક્કર થશે. પર્થ પહોંચ્યા પછી વિરાટ અને રોહિત સહિતના ખેલાડીઓએ પ્રેકટીસનો પણ પ્રારંભ કરી દીધો હતો. આ દરમિયાન તમામ ખેલાડીઓએ ભરપૂર પરસેવો પાડીને વન ડે શ્રેણીની તૈયારી શરૂ કરી હતી.
કેએલ
રાહુલ, યશસ્વી જયસ્વાલ, અર્શદીપ સિંઘ, હર્ષિત રાણા અને નીતિશકુમાર રેડ્ડી પણ ટીમ સાથે
ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. સપોર્ટ સ્ટાફ અને ટીમના બીજા કેટલાક ખેલાડી અને હેડ કોચ
ગૌતમ ગંભીર આજે સાંજે દિલ્હી વિમાની મથકેથી પર્થ જવા માટે રવાના થયા હતા.
ભારત
અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો પહેલો વન ડે 19મીએ પર્થમાં રમાયા પછી બાકીના બે મેચ એડિલેડ
(23મી) અને સિડની (2પમી)માં રમાશે. ટી-20 શ્રેણીની શરૂઆત 29 ઓકટોબરથી થશે.
કોહલી
અને રોહિતના આગમનને લીધે વન ડે સિરીઝ રોમાંચિત બની છે. જે બન્ને માર્ચમાં ચેમ્પિયન્સ
ટ્રોફી રમ્યા પછી પહેલીવાર મેદાનમાં જોવા મળશે. આ શ્રેણી ભારતના આ બે સિનિયર ખેલાડીનું
ભવિષ્ય લગભગ નિશ્ચિત કરશે તેવું માનવામાં આવે છે. બન્ને 2027નો વન ડે વર્લ્ડ કપ રમવા
ઈચ્છુક છે. ભારતીય વન ડે ટીમ યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે.