જો કે તેની સદી પર પૃથ્વીની 66 રનની ઇનિંગ ભારે પડી : બિહાર સામે મહારાષ્ટ્રની જીત
કોલકતા,
તા.2: વૈભવ સૂર્યવંશીએ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં સદી ફટકારીને ઇતિહાસ
રચ્યો છે. મહારાષ્ટ્ર સામેના મેચમાં વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 2પ0 દિવસની ઉંમરે
સદી કરી નવો રેકોર્ડ કર્યો છે. આ ટૂર્નામેન્ટમાં સદી કરનારો સૌથી નાની વયનો ખેલાડી
બન્યો છે. જો કે વૈભવની સદી તેની ટીમ બિહારને જીત અપાવી શકી ન હતી. તેની સદી પર મહારાષ્ટ્રના
ઇન્ચાર્જ કેપ્ટન પૃથ્વી શોની 30 દડામાં 66 રનની ઇનિંગ ભારે પડી હતી. મહારાષ્ટ્ર ટીમે
177 રનનો વિજય લક્ષ્યાંક 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.
વૈભવ
સૂર્યવંશીએ 61 દડામાં 7 ચોક્કા અને 7 છક્કાથી અણનમ 108 રનની ઇનિંગ રમી હતી. આથી બિહાર
ટીમના 20 ઓવરમાં 3 વિકેટે 176 રન થયા હતા. બાદમાં મહારાષ્ટ્ર ટીમે જીત મેળવી હતી.
મુશ્તાક
અલી ટ્રોફીમાં સૌથી નાની વયે સદી
14
વર્ષ 2પ0 દિવસ વૈભવ સૂર્યવંશી 202પ
18
વર્ષ 118 દિવસ વિજય જોલ 2013
18
વર્ષ 13પ દિવસ આયુષ મ્હાત્રે 202પ
19
વર્ષ 2પ દિવસ શેખ રાશીદ 2023
19
વર્ષ 30 દિવસ અક્ષત રેડ્ડી 2010