બુમરાહથી આગળ થયો
ચેન્નાઇ,
તા.27: ટીમ ઇન્ડિયાનો સુપર-8 રાઉન્ડના બીજા મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 72 રને ધમાકેદાર
વિજય થયો હતો અને સેમિ ફાઇનલની આશા જીવંત રાખી હતી. આ મેચમાં ભારતીય ઝડપી બોલર અર્શદીપ
સિંઘે શાનદાર દેખાવ કરીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે સાથી બોલર જસપ્રિત બુમરાહનો
રેકોર્ડ તોડયો છે. અર્શદીપ ભારત તરફથી ટી-20 વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર
બની ગયો છે.
ટી-20
વિશ્વ કપમાં અર્શદીપ સિંઘની હવે 3પ વિકેટ થઇ છે જ્યારે બુમરાહના નામે 33 વિકેટ છે.
બુમરાહે 23 મેચમાં 33 વિકેટ લીધી છે જ્યારે અર્શદીપે 3પ વિકેટ 19 ટી-20 વર્લ્ડ કપ મેચમાં
લીધી છે.
આ સૂચિમાં
ત્રીજા સ્થાને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન છે. તેના નામે 24 મેચમાં 32 વિકેટ છે. હાર્દિક
પંડયાએ 29 મેચમાં 29 વિકેટ લીધી છે જ્યારે રવીન્દ્ર જાડેજાએ 30 મેચમાં 20 વિકેટ લીધી
છે. અર્શદીપ ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો ડાબોડી બોલર પણ બની ગયો છે.
તેણે આ મામલે ન્યુઝીલેન્ડના ટ્રેંટ બોલ્ટનો રેકોર્ડ તોડયો છે. બોલ્ટના નામે 34 વિકેટ
છે.