• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

લોકસાહિત્યકાર માયાભાઈના પુત્રની અરજીની અઠવાડિયામાં તપાસ કરવા આદેશ

ઉy.જઙ દ્વારા દાઠા પોલીસને સૂચના આપવામાં આવી

તળાજા, તા.27: તળાજાના બોરડા ગામના મૂળ રહેવાસી અને લોક સહિત્ય થકી ખ્યાતનામ બનેલા કલાકાર માયાભાઈ આહીરના પુત્રએ પોલીસને આપેલી અરજી સ્વરૂપની ફરિયાદને લઈ મહુવાના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી.એ એક અઠવાડિયામા કાર્યવાહી કરી અહેવાલ આપવા દાઠા પો.સ્ટેશનના અધિકારીને આદેશ કર્યો છે. બીજી તરફ આજે જેમની વિરુદ્ધ અરજી આપવામાં આવી છે તેમણે વધુ એક પોસ્ટ વાયરલ કરી છે, જેમાં બગદાણા ખાતે એક બેઠક બોલાવવામાં આવશેનો સંદેશ વાયરલ કર્યો છે.

 બગદાણાના નવનીતભાઈ બાલધીયા પર હુમલા પ્રકરણના પડઘા હજુ શાંત પડયા નથી. ભરતભાઈ માયાભાઈ ભમ્મર રે.બોરડા વાળાએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈ દાઠા પોલીસ સુધીનાને એક અરજી ગત તા.24/2/26ના રોજ આપી છે. જેમાં સામતભાઈ ચૌહાણ તથા પીન્ટુ બળદેવભાઈ વિરુદ્ધ આરોપ લગાવામાં આવ્યો છે કે ખોટા, બનાવટી અને બદનામીકારક આક્ષેપ સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. અપમાન જનક અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાજમાં તણાવ અને અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે કાયદેસર કાર્યવાહીની માગ કરી છે.

આ સમગ્ર મામલે દાઠા પોલીસને મહુવાના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી દ્વારા દિવસ આઠમા તપાસ કરી અહેવાલ આપવા જણાવાયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક