નાદારીની કાર્યવાહી કરજદાતાનો અધિકાર : સુપ્રીમની મહત્ત્વની સ્પષ્ટતા
નવીદિલ્હી,તા.27:
અન્યની લોનમાં ગેરન્ટી લેતા લોકોએ સાવધાની વર્તવી પડે તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટ
તરફથી કરવામાં આવી છે. અદાલતે કહ્યું છે કે, એક કરજ માટે મૂળ કરજદાર અને તેનાં કોર્પોરેટ
ગેરન્ટર બન્ને વિરુદ્ધ એકસાથે દેવાળિયાની કાર્યવાહી ચલાવી શકાય છે.
જસ્ટિસ
દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની પીઠે પોતાનાં ફેંસલામાં કહ્યું હતું
કે, નાદારી અને ઋણ શોધન અક્ષમતા સંહિતા(આઈબીસી) હેઠળ એવો કોઈ વૈધાનિક પ્રતિબંધ નથી
જે કરજદારને પોતાની બાકી વસૂલાત માટે સમાંતર કાર્યવાહી શરૂ કરતાં રોકે છે. આઈબીસી અંતર્ગત
અધિકારોથી સંપન્ન ઋણદાતાને પોતાનાં અધિકારનાં પ્રયોગ કરવામાં સક્ષમ હોવું જોઈએ. આ પ્રકારે
નિર્ણય લેતી ઓથોરિટીનું દાયિત્વ છે કે, તે આવેદનની સ્વતંત્ર અને ગુણ આધારિત તપાસ કરે.
આ ફેંસલાએ ભારતીય અનુબંધ અધિનિયમનાં એ મૂળભૂત સિદ્ધાંતની પુષ્ટિ કરી છે જેમાં કહેવામાં
આવ્યું છે કે, જામીનદારનું દાયિત્વ પણ મૂળ કરજદારની જવાબદારી સમાન જ છે.
ખોટા
કેસ મુદ્દે સુપ્રીમની સખ્તાઈ : કેન્દ્ર, રાજ્યો પાસેથી માગ્યો જવાબ
નવી
દિલ્હી, તા.27: દાખલ થતાં ખોટા કેસ ઉપર અંકુશ લગાવવાની માગણી કરતી એક જનહિત અરજી ઉપર
સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર અને રાજ્ય સરકારોનો જવાબ માગ્યો હતો. આ અરજીમાં કેન્દ્ર
અને રાજ્ય સરકાર તથા કેન્દ્રીય પ્રદેશોને પોલીસ સ્ટેશનો અને જાહેર કાર્યાલયોમાં એવા
બોર્ડ લગાડવા માટે નિર્દેશ આપવાની માગણી કરાઈ હતી કે, ખોટી ફરિયાદો, મનઘડંત આરોપ અને
જૂઠા પુરાવા પેશ કરવામાં આવશે તો દંડાત્મક પરિણામો આવી શકે છે. સર્વોચ્ચ અદાલતે અરજદાર
એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય તરફથી પ્રસ્તુત દલીલો સાંભળ્યા બાદ કેન્દ્ર અને રાજ્ય
સરકારો પાસેથી આનો જવાબ માગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ખોટા કેસનાં માધ્યમથી કાયદાનો
દુરુપયોગ નિર્દોષ નાગરિકો માટે ગંભીર પરિણામ લાવી શકે છે અને સમસ્યા ત્યારે પેદા થાય
છે જ્યારે ખોટી ફરિયાદો નોંધી પણ લેવામાં આવે છે.