-‘િવશ્વ કપ જીત પાછલા બે વર્ષની મહેનતનું ફળ ગણાવી’
અમદાવાદ,
તા.9: ટી-20 વિશ્વ કપ-2026ની શાનદાર જીત બાદ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યંy
કે હવેનું લક્ષ્ય ઓલિમ્પિક-2028માં ગોલ્ડ મેડલ જીતવો છે. ફાઇનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધના
એક તરફી 96 રનના વિજય પછી સૂર્યકુમારે જણાવ્યું કે પાછલા એક મહિનાની અમારી સફર શાનદાર
રહી. જો કે તેની શરૂઆત અમે ઇચ્છતા હતા તેવી થઇ નહીં. જો કે આ બધું રમતનો એક હિસ્સો
છે. શરૂઆતથી લઇને આજ સુધીની સફરમાં જે પણ કાંઇ હાંસલ કર્યું તે આજે આપની સામે (ટ્રોફી)
છે. આથી હું ખુશ છું. હવે અમારૂ લક્ષ્ય ઓલિમ્પિક ગોલ્ડ મેડલ છે. જે માટે અમારી ટીમ
કામ કરી રહી છે.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે પેરિસ ઓલિમ્પિક-1900 પછી પહેલીવાર ક્રિકેટ રમત 2028ના ઓલિમ્પિકમાં
સામેલ થઇ છે. જેમાં પુરુષ અને મહિલા વર્ગમાં 6-6 ટીમ હિસ્સો બનશે. હાલના આઇસીસી ક્રમાંક
અનુસાર એશિયામાંથી ટીમ ઇન્ડિયાનું કવોલીફાય થવું નિશ્ચિત છે. તમામ મેચ લોસ એન્જિલ્સ
નજીક રમાશે.
આ પત્રકાર
પરિષદમાં સૂર્યકુમારે રોહિત શર્માની આગેવાનીમાં 2024 ટી-20 વિશ્વ કપ જીતને એક ટર્નિંગ
પોઈન્ટ બતાવ્યો હતો. સૂર્યકુમારે કહ્યંy 2024 પછી બધું બદલાય ગયું છે. અમે એક અલગ પ્રકારનું
ક્રિકેટ રમ્યા છીએ. આગળ પણ આવું જ કરતા રહેશું. અમે 202પમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી
જીતી, એકદમ અલગ પ્રકારનું ક્રિકેટ રમ્યા. અમે 2026માં ઘરેલુ દર્શકો સમક્ષ કંઇક અલગ
કરવા માગતા હતા. આ ક્રમ 2027, 2028, 2029માં ચાલુ રાખવા માંગીએ છીએ. અટકવું નથી.
----------
કોચ
ગંભીર સાથેના સંબંધ પર માર્મિક જવાબ
જ્યારે
સૂર્યકુમારને કોચ ગંભીર સાથેના સંબંધ વિશે સવાલ થયો ત્યારે તેણે કહ્યું મેં ગૌતમભાઇ
સાથે ચાર વર્ષ કામ કર્યું છે. મને ખબર છે તેઓ શું વિચારે છે. તેઓ પાછલા બે વર્ષથી ટીમ
ઇન્ડિયા સાથે છે. અમારી વચ્ચે ક્યારે પણ કોઇ બાબતે વિવાદ થયો નથી. તેમણે આદર્શ ઇલેવન
તૈયાર કરવા માટે કયારે પણ રાત ઉજાગરા કર્યાં નથી. અમે બન્ને ટીમને જીત અપાવવામાં દિલચશ્પી
રાખીએ છીએ. અમે ખેલાડીને એ રીતે એડજેસ્ટ કરીએ છીએ કે ટીમને ફાયદો થાય. મને ખબર નથી
કે અમારા વચ્ચે શું આશા રહેતી હોય છે. ખેલાડીઓની પસંદગી હોય કે બીજા કોઇ નિર્ણય એક-બીજા
માટે સહમત રહીએ છીએ.