તાલુકા ખેતીવાડી શાખાની કચેરીમાંથી મોનિટર ચોરાયાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક સરકારી કચેરીને બનાવવામાં આવી ટાર્ગેટ
પોરબંદર,તા.8 : પોરબંદરમાં તસ્કરો
હવે સરકારી કચેરીઓને નિશાન બનાવી રહ્યા છે ત્યારે સતત બીજા દિવસે વધુ એક સરકારી કચેરીમાં
ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ છે જેમાં મામલતદાર કચેરીમાંથી એ.સી.ની ત્રાંબાની નળીની ચોરી
થઈ હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પોરબંદર શહેર મામલતદાર બી.વી.
સંચાણિયાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે કે પોરબંદર શહેરી મામલતદાર
કચેરીમાં લગાડવામાં આવેલા એર કન્ડિશનની ત્રાંબાની નળી ઓફિસના બહારના ભાગે આવેલી હતી.
અંદાજે 10 ફૂટ લંબાઇની અને
3000 રૂપિયાની કિંમતની આ નળી તારીખ 28.2 થી તારીખ 5.3 સુધીમાં ચોરાઈ છે. ફરિયાદમાં
એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવી ચોરી અગાઉ પણ તેમની કચેરી ખાતેથી થઈ હોવાથી
અજાણ્યા ચોર સામે ફરિયાદ દાખલ થતા કિર્તિ મંદિર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.