• મંગળવાર, 10 માર્ચ, 2026

સુરતમાં બે યુવતીની આત્મહત્યાના બનાવથી એલન મસ્ક હેરાન

નવી દિલ્હી, તા. 9 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈનો ઉપયોગ લોકોમાં વધી રહ્યો છે. જેના ફાયદા અને નુકસાન બન્ને છે. કહેવાય છે કે સુરતમાં બે સહેલીએ એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ આપઘાત માટે કર્યો હતો. આ મામલો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને એલન મસ્ક દ્વારા પણ બનાવ ઉપર પ્રતિક્રિયા આપવામાં આવી છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં બે સહેલીની સામુહિક આત્મહત્યાનો બનાવ એલન મસ્ક સુધી પહોંચી ગયો છે. એક્સ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક અને પ્રખ્યાત ઉદ્યોગપતિ મસ્કની નજર ગુજરાતની ઘટના ઉપર પડી હતી. કહેવાય છે કે સૂરતની ઘટના સંબંધિત પોસ્ટ એક્સ ઉપર એક યુઝર દ્વારા શેર કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બન્ને યુવતીએ આપઘાત કરવાની રીત જાણવા માટે ચેટજીપીટીનો ઉપયોગ કર્યો હતો. આ પોસ્ટને એલન મસ્ક દ્વારા રિટ્વિટ કરવામાં આવ્યું હતું અને કેપ્શનમાં આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરતા શબ્દનો ઉપયોગ

કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક