• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ દરમિયાન

દિલ્હીમાં સ્ટેડિયમથી વાંદરાઓને દૂર ભગાડવાનો દેશી જુગાડ

નવી દિલ્હી, તા.11:  બીડબ્લ્યૂએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ આવતા સપ્તાહથી દિલ્હી ખાતે શરૂ થવાની છે. બેડમિન્ટનની આ સૌથી મોટી ટૂર્નામેન્ટ માટે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમની કરોડોના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવી છે. ભારતમાં આ સ્પર્ધા 17 વર્ષના લાંબા ગાળા બાદ યોજાશે. જે 17 થી 23  ઓગસ્ટ દરમિયાન રમાશે.

ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ આજુબાજુ વાંદરાઓનો બહુ ત્રાસ છે. વાંદરાઓની અડચણ અને હુમલાથી બચવા માટે આયોજકોએ અનોખો ઉપાય અજમાવ્યો છે. જેથી વાંદરાઓ સ્ટેડિયમથી દૂર રહે.

ટૂર્નામેન્ટના આયોજકોએ ત્રણ પ્રેશિક્ષિત ‘મંકી વ્હિસ્પરર્સ’ (વાંદરાઓને નિયંત્રિત કરનારા વિશેષજ્ઞ)ની મદદ લીધી છે. તેઓ જુદા જુદા અવાજથી વાંદરાઓને સ્ટેડિયમથી દૂર ભગાડશે. જેથી ખેલાડીઓ અને દર્શકો સુરક્ષિત રહી શકે.

જાન્યુઆરીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ યોજાઈ હતી ત્યારે દર્શક દીર્ધા સુધી વાંદરાઓ પહોંચી ગયા હતા. જેની ઇન્ટરનેશનલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી. વાંદરાઓના ભગાડવાના આ દેશી જુગાડની ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ પ્રશંસા કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક