Bિઍછઅ સંશોધન બિલ મુદ્દે ભારતીય રાજદૂત ક્વાત્રાએ ચર્ચાઓ ઉપર પૂર્ણવિરામ મૂકવા કરી કોશિશ
નવી દિલ્હી,
તા. 10 ઃ
અમેરિકામાં ભારતના
રાજદૂત વિનય
મોહન ક્વાત્રાએ
પ્રસ્તાવિત એફસીઆરએ
સંશોધન વિધેયક
2026 અંગે મીડિયા
અને સમાજમાં
ચાલી રહેલી
ચર્ચાઓ ઉપર
ભારતનું વલણ
સ્પષ્ટ કર્યું
હતું. તેમણે
સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ મારફતે
ભ્રમ અને
હકિકત સાથે
એવા દાવાઓનો
જવાબ આપ્યો
હતો, જેમાં
કહેવામાં આવ્યું
હતું કે
નવો કાયદો
વિદેશી દાન
લેતી સંસ્થાઓ
ઉપર પ્રતિબંધો
મૂકે. ક્વાત્રાએ
કહ્યું હતું
કે, પ્રસ્તાવિક
બદલાવનો હેતુ
વિદેશી ફંડના
પ્રવાહમાં વધારે
પારદર્શકતા લાવવાનો
અને યોગ્ય
દેખરેખ સુનિશ્ચિત
કરવાનો છે.
ક્વાત્રાએ કહ્યું
હતું કે,
એફસીઆરએ હેઠળ
વિદેશી દાન
લેવું પ્રતિબંધિત
નથી. ભારત
સરકારે નવા
ખરડામાં અમુક
ખામીઓ દૂર
કરવાનો પ્રયાસ
કર્યો છે.
ભારતીય રાજદૂતે
કહ્યું હતું
કે પ્રસ્તાવિત
સંશોધન વિદેશી
ફંડ બંધ
કરતું નથી.
પ્રસ્તાવનો હેતુ
પારદર્શકતા વધારવા
માટે છે.
વધુમાં એફસીઆરએ
આવ્યા બાદ
વિદેશી યોગદાનનો
પ્રવાહ ઘટવાને
બદલે વધ્યો
છે. રજિસ્ટર્ડ
સંગઠનોને 2010-11માં
મળેલું 1.2 અબજનું
ભંડોળ 2024-25માં
2.67 અબજ થયું
છે. આ
ઉપરાંત એફસીઆરએ
રજિસ્ટ્રેશન પૂરું
થતા વિદેશી
યોગદાન અને
તેના ઉપર
બનેલી સંપત્તિઓનું
મેનેજમેન્ટ કરવાની
જોગવાઈ પહેલાથી
જ છે.
2026નું બિલ
પ્રક્રિયાને વધારે
પારદર્શક બનાવવા
માટે છે.
જો સંગઠન
ફરીથી નોંધણી
કરાવે તો
સંપત્તિ અને
ઉપયોગમાં ન
લેવાયેલી રકમ
પરત મેળવવાની
જોગવાઈ પણ
છે.