સિંધુ પણ બીજા રાઉન્ડમાં
નવી દિલ્હી તા.17ઃ ભારતના યુવા શટલર આયુષ શેટ્ટીએ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રારંભિક દિવસે મોટો ઉલટફેર કરીને મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોં છે. 21 વર્ષીય
આયુષ શેટ્ટીએ પહેલા રાઉન્ડમાં ચીનના વિશ્વ નંબર વન અને વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી શી યૂ ચીને હાર આપી સનસનાટી મચાવી દીધી હતી. 20મા ક્રમના આયુષનો વિશ્વ નંબર વન ચીની ખેલાડી શી યૂ ચી વિરૂધ્ધ રસાકસી બાદ 21-14, 13-21 અને 21-19થી યાદગાર વિજય થયો હતો.
જયારે મહિલા સિંગલ્સમાં ભારતની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ પણ વિજય સાથે તેના અભિયાનની શરૂઆત કરી મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. સિંધુએ પહેલા રાઉન્ડમાં આયરલેન્ડની ખેલાડી સોફિયા નોબલને ફકત 29 મિનિટમાં
21-7 અને 21-11થી સજજડ હાર આપી હતી.
આ ઉપરાંત મેન્સ ડબલ્સમાં ભારતીય જોડી હરિહરન અને અર્જુન અને મહિલા ડબલ્સમાં ત્રિસા-ગાયત્રી પહેલા રાઉન્ડના વિજય સાથે બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે.