• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો 5-3 ગોલથી ભવ્ય વિજય

- ભારત હોકી વિશ્વ કપના બીજા રાઉન્ડમાં પાકિસ્તાન બહાર

એમ્સટલવીન (નેધરલેન્ડ), તા.19 હોકી વિશ્વ કપના ગ્રુપ ડીના અંતિમ અને નિર્ણાયક લીગ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ -3 ગોલથી ભવ્ય વિજય હાંસલ કરીને ભારતીય ટીમે આગકૂચ કરી છે. પાકિસ્તાન સામેની યાદગાર જીત સાથે ભારતીય હોકી ટીમે વિશ્વ કપના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. બીજી તરફ પાકિસ્તાનની વિશ્વ કપ સફર સમાપ્ત થઇ છે. પુલ ડીમાં ભારત ઇંગ્લેન્ડ પછી બીજા સ્થાને રહી આગળ વધી છે.

પાકિસ્તાન સામેના મેચમાં ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંઘે ચોથી અને 21મી મિનિટે તથા અભિષેકે 11મી અને 24મી મિનિટે બે-બે ગોલ કર્યા હતા જ્યારે હાર્દિક સિંઘે 3પમી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી હન્નાન શાહિદે 22મી અને 46મી મિનિટે તથા સૂફિયાન ખાને 24મી મિનિટે ગોલ કર્યા હતા.

ભારતીય ટીમે શરૂઆતથી આક્રમક હોકીનું પ્રદર્શન કરી બે ગોલ કરી પાક. સામે દબદબો બનાવ્યો હતો. સંગીન શરૂઆત બાદ ભારતીય ખેલાડીઓએ સતત આક્રમણ ચાલુ રાખી પાક. ટીમની રક્ષા હરોળની છિન્નભિન્ન કરી દીધી હતી અને અંતમાં -3 ગોલથી જોરદાર જીત હાંસલ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક