• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

રેલ્વે, રસ્તા માટે 13 હજાર કરોડ મંજૂર

-કેબિનેટ બેઠકમાં ફેંસલો દેશના પૂર્વ, દક્ષિણી   ભાગોમાં સંપર્ક સેતુથી આર્થિક વિકાસ વધશે

નવી દિલ્હી, તા. 19 દેશના આર્થિક વિકાસ માટે એક મજબૂત આધાર તૈયાર કરવાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ કેન્દ્રિય મંત્રી મંડળે બુધવારે રેલ્વે અને રસ્તાઓની પરિયોજનાઓ માટે 13 હજાર કરોડ રૂપિયાથી વધુ ભંડોળ મંજુર કર્યું હતું.

કેબિનેટની બેઠકબાદ કેન્દ્રિયમંત્રી અશ્વિની વૈષ્ણવે ફેંસલાઓની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, રોકાણ દેશના મહત્વપૂર્ણ?િહસ્સાઓમાં સંપર્કના મજબૂત સેતુ રચી, આર્થિક વિકાસને ગતિ આપવાનું કામ કરશે. સરકારે દેશના પૂર્વ અને દક્ષિણી ભાગોમાં રેલનેટવર્ક વધુ સુદૃઢ કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. દક્ષિણ ભારતમાં કનેક્ટિવીટીને મજબૂત કરવાના હેતુ સાથે 2229 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. ઓરિસ્સાનાં ઔદ્યોગિક બંદરિય ક્ષેત્રો માટે કામગીરી મહત્વપૂર્ણ બનશે.

સાથોસાથ કેન્દ્ર સરકારે રસ્તાઓના સેતુઓ મજબૂત કરવાને પણ પ્રાથમિકતા આપી છે. બિહારના મુજફ્ફરપુરથી સીતામઢી થઈને સોનબરસા સુધી ફોરમેન માર્ગ 3591 કરોડના ખર્ચે કરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક