• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

દેશમાં જ બનશે ટી-90 ટેન્ક અને સુખોઈનાં ઉપકરણ

-રક્ષા ઉપકરણોના સ્વદેશી નિર્માણ માટેની છઠ્ઠી યાદી જાહેર થઈ

નવી દિલ્હી, તા. 19 ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના નવા સિમાચિહ્ન પાર કરી રહ્યું છે. હવે સરકારે રક્ષા ઉત્પાદોના સ્વદેશી નિર્માણને પ્રોત્સાહન આપવા માટે છઠ્ઠી સકારાત્મક સ્વદેશીકરણ યાદી (પીઆઈએલ)જાહેર કરી છે. યાદીમાં 405 રક્ષા સામાન સામેલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર હવે ટી-90, સુખોઈ સહિત ઘણા રક્ષા ઉપકરણના સામાન ભારતમાં બનાવવામાં આવશે.

રક્ષા મંત્રાલયે એક નિવેદન મારફતે કહ્યું હતું કે પાંચ યાદી પહેલાં જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 5012 ઉપકરણ સામેલ કરવામાં આવ્યા હતા. છઠ્ઠી યાદીમાં 405 રક્ષા સામાન સામેલ થયા છે.જેનો અનુમાનિત વ્યાપાર 3070 કરોડ રૂપિયા આસપાસનો છે. યાદીમાં લાઇન રિપ્લેસેબલ યુનિટ, સબ સિસ્ટમ, સબ એસેમ્બલી, સ્પેર પાર્ટસ, કમ્પોનેન્ટ્સ અને કાચો માલ સામેલ છે. યાદીમાં ભારતીય તટરક્ષક દળની 16 વસ્તુઓ અને સાર્વજનિક ક્ષેત્રના રક્ષા ઉપક્રમોની 389 વસ્તુઓ સામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક