-એફબીઆઇના
અહેવાલમાં ખુલાસો
ઃ શીખ
વિરુદ્ધ 189 અને
હિન્દુઓ સામે
32 નફરતી અપરાધ
નોંધાયા
ન્યૂયોર્ક, તા.19
ઃ અમેરિકાની
કેન્દ્રીય તપાસ
એજન્સી એફબીઆઇનાં
વર્ષ 2025નાં
હેટ ક્રાઇમ
રિપોર્ટમાં ખુલાસો
થયો છે
કે, શીખો
અને હિન્દુ
વિરોધી અપરાધોમાં
વધારો થયો
છે. આ
રિપોર્ટ અનુસાર
ગત વર્ષે
અમેરિકામાં શીખ
વિરુદ્ધ 189 અને
હિન્દુઓ સામે
32 નફરતી અપરાધ
નોંધાયા હતા. ધાર્મિક
પૂર્વાગ્રહના 2730 કેસમાં
શીખ વિરોધી
ઘટનાઓનો હિસ્સો
7 ટકા અને
હિન્દુ વિરોધી
અપરાધના કેસનું
પ્રમાણ 1.2 ટકા
રહ્યું હતું.
રિપોર્ટમાં એ
પણ જણાવાયું
છે કે
યહૂદી વિરોધી
ઘટનાઓ સૌથી
વધુ નોંધાઈ
હતી. જોકે
કુલ હેટ
ક્રાઇમની સંખ્યામાં
અગાઉના વર્ષની
સરખામણીએ ઘટાડો
થયો છે,
તેમ છતાં
ધાર્મિક ઓળખના
આધારે થતા
ગુનાઓ ચિંતાનો
વિષય બની
રહ્યા છે.
એફબીઆઈના વાર્ષિક
રિપોર્ટમાં ધાર્મિક,
વંશીય, જાતીય
અને અન્ય
પ્રકારના પૂર્વગ્રહોથી
પ્રેરિત હેટ
ક્રાઇમની વિગત
આપવામાં આવે
છે.
રિપોર્ટમાં ભારતીય અમેરિકનોને અલગ વંશીય અથવા જાતીય સમૂહ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા નથી. પરિસ્થિતિ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ગુનાનાં વર્ગીકરણના આધારે ભારતીય મૂળના પીડિતોને એશિયન વિરોધી, હિંદુ વિરોધી, શીખ વિરોધી અથવા અન્ય પૂર્વગ્રહની શ્રેણીઓમાં ગણવામાં આવ્યા હોઈ શકે છે. આથી રાષ્ટ્રીય સ્તરના આંકડાઓ પરથી 2025માં કેટલા ભારતીય અમેરિકનો હેટ ક્રાઇમનો ભોગ બન્યા તે ચોક્કસ રીતે નક્કી કરી શકાય તેમ નથી.