અમરેલી, તા.19: અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર રોડ પર ચામુંડા મંદિરની બાજુમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ વેપારી નરેશભાઇ રાજાભાઇ બારૈયા સાથે 7435058741 અને 9714232194 નંબરનો ઉપયોગ કરનાર શખસોએ ફોન કરી માછલીના વેપારીની ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવ્યો હતો. ગત તા. 18/6/26થી તા. 14/7/26 દરમિયાન આરોપીઓએ વોટ્સએપમાં માછલીના ફોટા મોકલી પેટીઓ નીકળી ગયાનું કહી તેમના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાંથી કટકે કટકે કુલ રૂપિયા 45,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં રકમ પરત આપવાના બહાને ખોટો ક્રીનશોટ મોકલી ઓનલાઇન સાઇબર ક્રાઇમ આચરતા નરેશભાઇ રાજાભાઇ બારૈયા દ્વારા સમગ્ર મામલે પોલીસમાં ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવી છે.