વિશેષ અપીલ ઉપર હસ્તાક્ષર કર્યા ઃ અલ નીનો ઉપર શોધ વધારે ઊંડી અને વિસ્તારીત કરવા આહ્વાન
નવી દિલ્હી,
તા.20 ઃ
દેશમાં સુપર
અલ નીનોનાં
કારણે ચિંતા
પણ વધુ
થઈ રહી
છે. દેશના
180થી વધારે
વૈજ્ઞાનિક અલ
નીનોનાં કારણે
ચિંતિત છે.
વૈજ્ઞાનિકો ઉપરાંત
વાતાવરણ વિશેષજ્ઞોએ
સાથી શોધકર્તાઓ
અને ક્ષેત્રમાં
કામ કરતા
વિશેષજ્ઞોએ આગામી
સુપર અલ
નીનો ઘટના
માટે તૈયાર
રહેવાની અપીલ
ઉપર હસ્તાક્ષર
કર્યા છે.
આ ઘટનાની
દેશની પ્રાકૃતિક
પ્રણાલીઓ ઉપર
ગંભીર અસર
પડવાની સંભાવના
છે. અલ
નીનોનાં કારણે
ઉષ્ણકટિબંધિત પ્રશાંત
મહાસાગરમાં સપાટીનું
પાણી અસામાન્ય
રીતથી ગરમ
થવા લાગે
છે.
પ્રશાંત મહાસાગરમાં
તાપમાન સતત
0.5 ડિગ્રીની સરહદથી
ઉપર છે
અને ઓગસ્ટ
મહિનામાં 2.6 ડિગ્રી
સેલ્સિયસથી ઉપર
પહોંચ્યું હતું.
અનુમાનોમાં ચાર
ડિગ્રીથી વધારેના
અંતરની આશંકા
વ્યક્ત કરવામાં
આવી હતી.
જે છેલ્લાં
1000 વર્ષમાં સૌથી
વધારે છે.
હસ્તાક્ષર કરનારા
વિશેષજ્ઞોએ પોતાની
અપીલમાં કહ્યું
છે કે
તેઓ સાથી
વિશેષજ્ઞોને આહ્વાન
કરે છે
કે પોતાની
શોધ અને
દેખરેખના પ્રયાસોને
વધારે મજબૂત
અને વિસ્તારિત
કરે. જેથી
મોટી જળવાયુ
ઘટનાઓના દુનિયા
ઉપરના પ્રભાવને
વધારે ગંભીરતાથી
સમજાવી શકાય.
મહિનાની શરૂઆતે
વિશ્વ હવામાન
વિજ્ઞાન સંગઠને
કહ્યું હતું
કે, વર્તમાન
અલ નીનોની
સ્થિતિ આગામી
મહિનામાં વધારે
મજબૂત થઈને
મોટી ઘટનાનું
રૂપ લઈ
શકે છે.
આ સ્થિતિ
ફેબ્રુઆરી 2027 સુધી
યથાવત્ રહેવાની
સંભાવના છે.
હસ્તાક્ષરકર્તાઓ અનુસાર
આટલી તીવ્રતાની
અલ નીનોની
પ્રક્રિયા ભારત
ઉપર ગંભીર
અસર છોડી
શકે છે.