• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

વાડલા ગીરમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા ઘૂસેલા 5 ઝડપાયા

વનવિભાગે કાર્યવાહી કરી પાંચેય પાસેથી રૂ.1.25 લાખનો દંડ વસૂલ્યો

તાલાલા,તા.20 : તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર રેન્જ હેઠળના વાડલા ગીરના જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા ઘૂસેલા પાંચ શખસને વનવિભાગે ઝડપી લીધા હતા. વનવિભાગ દ્વારા ગીરના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ અટકાવવા સતત પેટ્રાલિંગ અને વોચ રાખવામાં આવી

રહી છે.

વનવિભાગના પેટ્રાલિંગ દરમિયાન દિવસના સમયે આંકોલવાડી ગીરના રહેવાસી સાગર સુવાગીયા અને ભાર્ગવ પુરોહિત બામણાસા રાઉન્ડના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં મળી આવ્યા હતા. બંને સિંહ દર્શનના ઈરાદે જંગલમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત રાત્રિના સમયે આંકોલવાડી ગીરના રહેવાસી જીગ્નેશ દુધરેજીયા, વિશાલ ચિત્રોડા અને પ્રિન્સ વઘાસિયા પણ જંગલ વિસ્તારમાંથી ઝડપાયા હતા. ફોરેસ્ટ ગાર્ડ બારડભાઈ, ઓડેદરાભાઈ અને જોરાણાભાઈની ટીમે પાંચેયને ઝડપી કાર્યવાહી હાથ ધરી

હતી. આંકોલવાડી ગીર

રેન્જના વનપાલ લલીતભાઈ ડેરે પાંચેય શખસ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી કુલ રૂ.1.25 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક