કોડિનાર, તા.19: કોડિનાર બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં ગત મધ્યરાત્રીએ જૂની અદાવતના કારણે સાગર નરાસિંહભાઈ શિયાળ નામના યુવાન પર મોટરસાઇકલ લઈને પસાર થતી વખતે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવમાં કુલદીપભાઈ વાઢેર, બીપીનભાઈ વાઢેર, તુષાર ઉર્ફે ચંદુ ચુડાસમા અને રિપલ ગોહિલ નામના શખ્સોએ તેમને રોકીને માર માર્યો હતો અને કુલદીપભાઈ વાઢેર પાસેના હથિયારથી ફાયારિંગ પણ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ઈજા પામેલા સાગર નરાસિંહભાઈ શિયાળ ને કોડીનાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા, પી.આઈ. એન.વી. હરિયાણી હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી જઈને ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓની અટકાયત કરી સીસીટીવી ફૂટેજ આધારે સઘન તપાસ હાથ ધરી છે.