• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

ઈમરાન ખાનની બહેનની ધરપકડ

વિરોધ પ્રદર્શન પહેલાં અલીમા ખાનને નિવાસેથી બળજબરીથી ઝડપી અજ્ઞાત સ્થળે લઈ જવાયા પીટીઆઈએ કર્યો વિરોધ

લાહોર, તા. 20 પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના બહેન અલીમા ખાનને તેમના ઘરની બહારથી ધરપકડ કરવામાં આવી છે. અલીમા જેલમાં ઇમરાનના વર્તન અંગે અવાજ ઉઠાવતી રહી છે. તેણે તાજેતરમાં મુદ્દા પર વાત કરી હતી. શાહબાઝ સરકારની પોલીસ દ્વારા કાર્યવાહી તેના થોડા દિવસો પછી કરવામાં આવી છે. તે ઈમરાનની મુક્તિની માંગ સાથે 27 સપ્ટેમ્બરના પીટીઆઈના પ્રદર્શનમાં જોડાવાની હતી. ઈમરાનના પક્ષે અલીમા સામેની કાર્યવાહી વખોડી 27મીના દેખાવને ઉગ્ર રીતે કરવાની જાહેરાત કરી હતી.

લાહોરના ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેર વ્યવસ્થા જાળવણી અધિનિયમ હેઠળ કરાયેલા આદેશ મુજબ, અલીમા ખાનને 30 દિવસ માટે અટકાયતમાં અથવા ધરપકડ કરી શકાય છે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે લાહોરના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં જિલ્લા ગુપ્તચર સમિતિની બેઠક આજે યોજાઈ હતી અને શહેરમાં શાંતિ જાળવવા માટે ઇમરાન ખાનની બહેન અલીમા ખાનને અટકાયતમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પંજાબ પોલીસે અલીમા ખાનને તેના ઘરની બહાર બળજબરીથી અટકાયતમાં લીધા હોવાના અહેવાલ છે. હાલમાં તેમને અને તેના ડ્રાઇવરને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેની ધરપકડનું કારણ પણ આપવામાં આવ્યું નથી. તેના સમર્થકો માંગ કરી રહ્યા છે કે તેના પરિવાર અને કાનૂની પ્રતિનિધિઓને તેના ઠેકાણા, તેની અટકાયત માટેના કાનૂની આધાર અને કયા કેસ હેઠળ તેણીની ધરપકડ કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવે

 

 

ઇ-પેપરના નવા શુલ્ક