• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

સાઉદીએ ક્રૂડ નિકાસનો રસ્તો બદલ્યો

યુરોપિયન રિફાઇનર્સને એક મહિના સુધી સાઉદીનું ક્રૂડ મળી શકશે નહીં

નવી દિલ્હી, તા. 19   સાઉદી અરબે ક્રૂડની નિકાસને લઈને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેની સૌથી મોટી અસર યુરોપ ઉપર જોવા મળશે. જાણકારી અનુસાર સાઉદીએ રસ્તો બદલતા અંદાજિત 60 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ પોતાના ગલ્ફ પોર્ટ રાસ તયનૂરાથી ઓમાનના સોહાર પોર્ટે મોકલ્યો છે. નિર્ણય આગામી મહિના સુધી કરવામાં આવ્યો છે. લાલ સાગરમાં સાઉદી અરબના રસ્તામાં અડચણો આવ્યા બાદ નિર્ણય લેવાયો છે. હવે નવા રસ્તાની તલાશ કરીને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવાની ફરજ પડી રહી છે.

સાથે સાઉદી અરામકોએ બે યુરોપિયન રિફાઇનિંગ ગ્રાહકોને કહી દીધું છે કે આગામી મહિના સુધી સાઉદીનું ક્રૂડ મળશે નહીં. જેનું કારણ લાલ સાગરમાં પાઇપલાઇન ઉપર થયેલો હુમલો છે. રિપોર્ટ અનુસાર સાઉદીના નિકાસમાં આંશિક સુધારે વૈશ્વિક તેલ કિંમતનોને થોડી ઘટાડવામાં મદદ કરી છે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરબની એક મહત્ત્વપૂર્ણ પાઇપલાઇનને નિશાન બનાવીને કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ ક્ષતિગ્રસ્ત હિસ્સાનાં સમારકામ માટે પાઇપલાઇન અમુક અઠવાડિયા બંધ રહી શકે છે. ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે હૂથી વિદ્રોહીઓએ લાલ સાગરના સમુદ્રી માર્ગ નજીક દ્વીપો ઉપર કબજો કરી લીધો છે.

ઇ-પેપરના નવા શુલ્ક