• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

ત્રીજા દિવસના અંતે સૌરાષ્ટ્રને 125 રનની સરસાઈ

સદી બાદ જાડેજાની ત્રણ વિકેટ : ઉનડકટ અને સાકરિયાની 2-2 : બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 45 રન

રાજકોટ, તા.13: રાજકોટ ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફી એલીટ ગ્રુપ - બી મુકાબલામાં ત્રીજા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રે છત્તીસગઢ સામે પોતાની પકડ વધુ મજબૂત બનાવી લીધી છે. પ્રથમ ઇનિંગ્સના આધારે 80 રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવ્યા બાદ, સૌરાષ્ટ્રે ત્રીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં પોતાની બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 45 રન જોડી લીધા છે. આ સાથે જ સૌરાષ્ટ્રની કુલ લીડ વધીને 125 રને પહોંચી ગઈ છે. દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ઓપનર ચિરાગ જાની 43 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 30 રને અને વિકેટકીપર-બેટ્સમેન હાર્વિક દેસાઈ 35 બોલમાં 11 રન બનાવીને ક્રીઝ પર અણનમ રહ્યા હતા.

આ પૂર્વે સૌરાષ્ટ્રના પ્રથમ દાવના 392 રનના સ્કોર સામે છત્તીસગઢની પ્રથમ ઇનિંગ્સ 121.5 ઓવરમાં 312 રનમાં સમેટાઈ ગઈ હતી. છત્તીસગઢ તરફથી વિકેટકીપર મયંક વર્માએ 209 બોલમાં 9 ચોગ્ગા સાથે 68 રનની લડાયક અડધી સદી ફટકારી હતી. તેના સિવાય વિકલ્પ તિવારીએ 46 રન અને નીચલા ક્રમે રાહુલ પ્રધાને 104 બોલમાં અણનમ 41 રનનું યોગદાન આપ્યું હતું. ધર્મેન્દ્રાસિંહ જાડેજાએ 25 રન તેમજ અજય મંડલે 20 રન બનાવ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક