વારિકનની 9 વિકેટ, કેરેબિયન ટીમે ચોથી ઈનિંગ્સમાં 170 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કર્યો
ઢાકા,
તા.31 : બાંગ્લાદેશને તેની જ ધરતી પર ટેસ્ટ મેચમાં મ્હાત આપવી ક્યારેય આસાન રહી નથી,
પરંતુ શનિવારે વેસ્ટ ઇન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઢાકા ટેસ્ટ 8 વિકેટે પોતાનાં નામે
કરી લીધી છે. જોમેલ વારિકનની સ્પિન બાલિંગ અને બ્રેન્ડન કિંગની અણનમ 81 રનની ઈનિંગના
સહારે કેરેબિયન ટીમે ચોથી ઈનિંગ્સમાં 170 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી બે મેચની
શ્રેણીમાં 1-0ની મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે.
પ્રથમ
દાવમાં બાંગ્લાદેશ તરફથી ઓપનર શાદમાન ઇસ્લામે 105 રનની સદી ફટકારી હતી. બીજી તરફ વારિકને
53 રનમાં 5 વિકેટ ઝડપી બાંગ્લાદેશને 272 રને રોકી દીધી હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની
ટીમ જ્હોન કેમ્પબેલ અને તેજનારાયણ ચંદ્રપોલની અડધી સદી તથા જસ્ટિન ગ્રીવ્સ (46) અને
કેપ્ટન રોસ્ટન ચેઝ (43*)ના પ્રદાન છતાં 245 રનમાં સમેટાઈ ગઈ હતી. નયીમ હસને 4 વિકેટ
ઝડપી બાંગ્લાદેશને 27 રનની પ્રારંભિક લીડ અપાવી હતી. જોકે, બીજા દાવમાં કેરેબિયન સ્પિન
બાલિંગ સામે બાંગ્લાદેશી બાટિંગ ક્રમ સાવ વેરવિખેર થઈ ગયો હતો. કેપ્ટન રોસ્ટન ચેઝે
5 વિકેટ અને વારિકને 4 વિકેટ ઝડપી બાંગ્લાદેશને 142 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશ
તરફથી નયીમ હસને સર્વાધિક 56 રન બનાવ્યા હતા. મેચમાં કુલ 9 વિકેટ લેનાર વારિકનને ‘પ્લેયર
ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. 170 રનનો લક્ષ્યાંક માત્ર બે વિકેટમાં હાંસલ કરી લીધો હતો.