• શનિવાર, 27 જુલાઈ, 2024

રાંચી જેવી પીચ બીજે ક્યાંય જોઇ નથી : સ્ટોક્સ

‘મેચ પહેલા જ તેમાં તિરાડો, અનુમાન કરવું મુશ્કેલ’

રાંચી, તા.22: ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ચોથા ટેસ્ટ માટેની પીચ વિશે કહ્યંy છે કે તેણે પહેલા ક્યારેય આવી પિચ જોઇ નથી. મેચ પહેલા જ પીચમાં તિરાડો જોવા મળે છે. હું આ પ્રકારની પીચ વિશે જાણતો નથી. મેં આ પહેલા આવી પીચ જોઇ નથી. આથી હું કોઇ અનુમાન કરી શકુ તેમ નથી. હું નથી જાણતો કે તે કેવો વ્યવહાર કરશે.

સ્ટોકસે જણાવ્યું કે ડ્રેસિંગ રૂમમાં જોવાથી પિચ પર ઘાસ જોવા મળે છે. પણ જ્યારે તમે નજીક જાવ ત્યારે તે પૂરી રીતે જૂદી દેખાઈ છે. તેમાં કેટલીક તિરાડ નજરે પડે છે. પિચની પ્રકૃતિને નજરમાં રાખીને ઇંગ્લેન્ડે તેની ઇલેવનમાં માર્ક વૂડના સ્થાને ઓલી રોબિન્સનને તક આપી છે. જયારે સ્પિનર રેહાનના સ્થાને બશીર રમશે. જે વિશે ઇંગ્લેન્ડનો કપ્તાન સ્ટોકસ કહે છે કે રોબિન્સન પાસે અવિશ્વસનીય કૌશલ છે. ઇંગ્લેન્ડમાં તે ઘણો સફળ રહ્યો છે. પાકિસ્તાનમાં પણ તે સારો દેખાવ કરવામાં સફળ રહ્યો હતો. ચોથા ટેસ્ટમાં પોતાની બોલિંગ વિશે સ્ટોકસે કહ્યંy કે હવે મારો ઘૂંટણ સારી સ્થિતિમાં છે. હું બોલિંગ પર કામ કરી રહ્યો છું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024