• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

SC, STને અનામતમાં અનામત

સુપ્રીમની સાત જજની બંધારણીય પીઠે બહુમતથી આપેલા ફેંસલામાં 2004નો પોતાનો ચુકાદો ઉથલાવ્યો: રાજ્યોને અનામતમાં પેટા અનામત આપવાનો અધિકાર

નવી દિલ્હી, તા.1: સુપ્રીમ કોર્ટેની બંધારણીય પીઠે આજે 6-1નાં બહુમતથી આપેલા અત્યંત મહત્ત્વનાં ફેંસલામાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્યોને અનામતની ભીતર પેટા અનામત બનાવવાનો અધિકાર છે. રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગમાં પણ પેટા વર્ગીકરણ કરી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટનાં સાત જજમાંથી એક દ્વારા આપવામાં આવેલા પોતાનાં ફેંસલામાં એવી ટિપ્પણી પણ કરવામાં આવી હતી કે, ઓબીસીની માફક એસસી-એસટી ક્રિમીલેયરને પણ અનામતનાં દાયરામાંથી બાકાત કરવા જોઈએ.

દેશનાં પ્રધાન ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય.ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સાત સદસ્યની બનેલી બંધારણીય પીઠે આજે પોતાનાં વર્ષ 2004નાં ચુકાદાને પલટતા નવી વ્યવસ્થા આપતા કહ્યું હતું કે, રાજ્યોને એસસી-એસીટીમાં ઉપવર્ગીકરણની અનુમતિ આપી શકાય છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે આ સમૂહોની અંદર પણ અધિકાર પછાત જાતિઓને આરક્ષણનો લાભ આપી શકાય. વર્ષ 2004માં ઈ.વી.ચિન્નૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશનાં કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજની પીઠે આપેલા ફેંસલામાં કહેવામાં આવ્યું હતું કે, એસસી-એસટીમાં પેટાજાતિનાં વર્ગીકરણ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આપેલી આ વ્યવસ્થાને સર્વોચ્ચ અદાલતે આજે ખારિજ કરી નાખી હતી.

બહુમતથી આપવામાં આવેલા ફેંસલામાં જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યો દ્વારા રાજ્ય દ્વારા પેટા વર્ગીકરણનાં માપદંડો અને આંકડાનાં આધારે ઔચિત્ય પ્રસ્થાપિત થવું જોઈએ. આજે અનામત અંગે અતિ મહત્ત્વની સ્પષ્ટતા આપનાર સુપ્રીમ કોર્ટની પીઠમાં સીજેઆઈ ચંદ્રચૂડ ઉપરાંત ન્યાયમૂર્તિ બી.આર.ગવઈ, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ બેલા.એમ.ત્રિવેદી, ન્યાયમૂર્તિ પંકજ મિથલ, ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા અને ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર મિશ્રા સામેલ હતાં. બંધારણીય પીઠે આ સંબંધિત 23 અરજીઓ ઉપર સુનાવણી કરી હતી અને તેમાં પંજાબ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુખ્ય હતી. તેમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટ દ્વારા 2010માં આપવામાં આવેલા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. સીજેઆઈ દ્વારા પોતાનાં અને ન્યાયમૂર્તિ મિશ્રા વતી ફેંસલો લખવામાં આવ્યો હતો. જ્યારે ચાર ન્યાયધીશોએ પોતપોતાના અને જસ્ટિસ ગવઈએ અલગથી ફેંસલો આપ્યો હતો. જેમાં જસ્ટિસ બેલા ત્રિવેદીએ બહુમત ફેંસલા સાથે અસહમતી દેખાડી હતી.

જસ્ટિસ ગવઈએ પોતાનાં ફેંસલામાં કહ્યું હતું કે, પછાત સમુદાયોને પ્રાથમિકતા આપવી રાજ્યનું કર્તવ્ય છે. એસસી-એસટી વર્ગમાં પણ કેટલાક લોકો જ આરક્ષણનો લાભ ઉઠાવી રહ્યાં છે. આ જમીની હકીકતને નકારી શકાય નહીં.  એસસી-એસટી એવી શ્રેણીઓ છે જેમણે સદીઓથી વધુ સમયથી ઉત્પીડનનો સામનો કરવો પડયો છે. રાજ્યોએ અનામતમાં પેટા અનામત આપતા પહેલા એસસી-એસટીમાં પણ ક્રિમીલેયર એટલે કે સંપન્નવર્ગને અલગ તારવવા જોઈએ અને તેનાં માટે એક નીતિ લાવવી જોઈએ. ખરા અર્થમાં સમાનતા આપવા માટે આ એકમાત્ર પદ્ધતિ છે. તો જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું હતું કે, ક્રિમી લેયરનો સિદ્ધાંત એસસી-એસટીમાં પણ ઓબીસીની જેમ જ લાગુ થવો જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઉંચડી ગામે ભીક્ષાવૃત્તિ કરતા યુવાનની હત્યા કરનાર ત્રણ શખસ ઝડપાયા દારૂની મહેફિલમાં ડખ્ખો થતા બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું’તું December 10, Tue, 2024