‘રોડ નહીં તો ટોલ નહીં’ના નારા સાથે કોંગ્રેસે કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ : ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો જોડાયા
રાજકોટ,
તા. 8: ‘પ્રધાનમંત્રીને વિનંતી છે કે કૃપા કરીને સમય કાઢીને રાજકોટ-જેતપુર હાઈવે પર
એક રોડ શોનું આયોજન કરો. તમે મુલાકાત નહીં લો ત્યાં સુધી એનએચએઆઈ વાળાઓની ઉંઘ નહીં
ઉડે. રાજકોટ-જેતપુર હાઈવેએ અત્યાર સુધીમાં ઘણા લોકોનો ભોગ લીધો છે’, એમ ધારાસભ્ય જિજ્ઞેશ
મેવાણીએ ટ્વિટ કરી આ બિસમાર હાઈવેનું કામ વહેલાસર પૂરું કરવા તેમજ રોડ નહીં તો ટોલ
નહીંની માગ સાથે કોંગ્રેસની જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચેરીનો
ઘેરાવ કર્યો હતો.
ભારત
પરિમાલા યોજના હેઠળ 1204 કરોડના ખર્ચે રાજકોટ-જેતપુર હાઈવે ફોરલેનમાંથી સિક્સલેન કરવાનું
કામ છેલ્લા પોણા બે વર્ષથી ચાલી રહ્યંy છે. સપ્ટેમ્બર 2025માં આ કામ પૂરું કરવાનો લક્ષ્યાંક
હતો, જેના બદલે હજુ દોઢ-બે વર્ષ સુધી આ કામગીરી ચાલુ રહેશે, એમ નેશનલ હાઈવે ઓથોરિટીએ
અગાઉ જણાવ્યું હતું. આ 67 કિમીના ધોરી માર્ગનું કામ હજુ માત્ર 20 કિલોમીટર જ થયું છે. આ કામગીરી અંતર્ગત મોટાભાગનો હાઈવે ખોદી નંખાયો
છે, ઠેર ઠેર ડાઈવર્ઝન કરાયા છે. શાપર, હડમતાળા, લોધિકા, ગોંડલ તેમજ જેતપુરના ઉદ્યોગોના માલસામાનના હેવી વાહનો તેમજ જૂનાગઢ-સોમનાથના યાત્રાળુઓ
મોટી સંખ્યામાં અહીંયાથી પસાર થાય છે ત્યારે છેલ્લા પોણા બે વર્ષથી અઢી લાખ જેટલા લોકો,
વાહન ચાલકો દરરોજ બે-ત્રણ કલાકનો ટ્રાફિક જામ, અકસ્માત અને અન્ય હાલાકી ભોગવી રહ્યા
છે. આમ છતાં તંત્ર દ્વારા ટોલના ઉઘરાણાં પણ ચાલું જ છે.
આ મામલે
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા
કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. હાથ અને માથામાં પાટા બાંધી રોડ નહીં તો
ટોલ નહીં, નારા સાથે રેલી યોજી હતી. આ તકે કેન્દ્રીય વાહન-વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના
પોસ્ટર પણ દર્શાવાયા હતા.
કોંગ્રેસના
આગેવાનોએ કલેક્ટર ડો. ઓમ પ્રકાશને રોડ નથી છતાં ટોલની વસૂલાત શા માટે કરાય છે ? તેના
જવાબમાં કલેક્ટરે કહ્યંy હતું કે આ મામલે કેન્દ્રીય સ્તરે એનએચએઆઈનો અભિપ્રાય લેવાશે.
ઉલ્લેખનીય
છે કે કોંગ્રેસના આ આંદોલનના સમર્થનમાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, ટેમ્પો ટ્રાવેલ્સ એસોસિયેશન
તેમજ વેપારીઓ-ઉદ્યોગગૃહો, વિદ્યાર્થીઓમાંથી પણ જોડાયા હતા.
ત્રણ
બ્રિજ ખુલ્લા મુકાશે : ટ્રાફિક માર્શલ, 12 ક્રેન તૈનાત : કલેક્ટર
હાલ
અહીં 18 બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેમાં 14 જેટલા ડાયવર્ઝન આપવામાં આવેલા છે. ત્યાં
વારંવાર ટ્રાફિક જામના પ્રશ્નો સામે આવે છે, જેથી ત્યાં 12 જેટલી ક્રેન મુકાવવામાં
આવી છે. જેમાં 2 ક્રેન ટોલ પ્લાઝા ઉપર મુકાવવામાં આવી છે. હાલ એક બ્રિજ શરૂ થઈ ગયો
છે અને 48 કલાકનો ડ્રાય સ્પેલ મળી જાય એટલે કે, વરસાદ ન આવે તો નવા ત્રણ બ્રિજ ખુલ્લા
મુકી શકાય તેમ છે. જેમાં જામવાડીથી વિરપુર, ગોમટા ફાટક અને વિરપુર બાયપાસનો સમાવેશ
થાય છે. ટોલ પ્લાઝા પાસે સડક પીપળિયા નજીક ટ્રાફિક જામ થાય છે, ત્યાં 16 જેટલા ટ્રાફિક
માર્શલ ત્રણ શિફ્ટમાં મૂકવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે ટ્રાફિકજામ
થવાનું શરૂ થાય ત્યારે ખ્યાલ આવી જાય અને ત્યારબાદ ટ્રાફિક માર્શલ, પોલીસ અને ક્રેનની
મદદથી ટ્રાફિકનો ઝડપથી નિકાલ થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત
રસ્તા ઉપર ખાડાને કારણે વાહનો ખૂબ જ ધીમા ચાલે છે તો ત્યાં રિપારિંગનું કામ કરવામાં
આવી રહ્યું છે.
-રાજકોટ
કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ