10 કેન્દ્રીય કર્મચારી સંગઠનોનાં હડતાલનાં એલાનમાં
25 કરોડ કર્મચારી અને કામદારો જોડાવાની
સંભાવના
સરકારની કર્મચારી વિરોધી નીતિઓ સામે થશે
દેખાવો
નવી
દિલ્હી, તા.8: કામદાર વિરોધી, કિસાન વિરોધી, રાષ્ટ્રવિરોધી અને કોર્પોરેટ તરફી સરકારની
નીતિઓનાં આક્ષેપ સાથે વિરોધમાં 10 કેન્દ્રીય કર્મચારી સંગઠનો અને તેનાં સંલગ્ન સમૂહો
દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં બેન્કિંગ, વિમા, પોસ્ટલ
સેવા, ખનન અને બાંધકામ ક્ષેત્ર સહિતનાં કુલ 2પ કરોડ જેટલા કર્મચારીઓ જોડાશે. જેને પગલે
દેશમાં વિભિન્ન સરકારી સેવાઓ ખોરવાશે જ્યારે શાળાઓ અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહેવાની
શક્યતા છે.
દેશના
10 કેન્દ્રીય કામદાર સંઘોના એક સંયુક્ત મંચ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં
આવ્યું છે. આ યુનિયનો આરોપ છે કે સરકાર એવા આર્થિક અને શ્રમ સુધારાને આગળ વધારી રહી
છે જે શ્રમિકોના અધિકારોને નબળા પાડે છે. નોકરીની સ્થિતિને વધુ ખરાબ કરતા આર્થિક અને
શ્રમ સુધારાઓને આગળ ધપાવી રહી છે, આ બધું વ્યવસાય કરવામાં સરળતાના નામ પર કરવામાં આવી
રહ્યું છે.
આ ભારત
બંધનાં એલાનમાં અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ભારતીય નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ,
ભારતીય ટ્રેડ યૂનિયનોનું કેન્દ્ર, (જુઓ પાનું 10)
હિંદ મજદૂર સભા, સ્વ-રોજગાર મહિલા સંગઠન, લેબર પ્રોગ્રેસિવ
ફેડરેશન, યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ જોડાયેલા છે અને તેમને સંયુક્ત કિસાન મોરચા,
ગ્રામીણ કર્મચારી સંઘ, રેલવે, એનએમડીસી લિમિટેડ અને સ્ટીલ ઉદ્યોગના જાહેર ક્ષેત્રના
કર્મચારીઓનું સમર્થન પણ મળેલું છે.
કર્મચારી
સંગઠનો દ્વારા સરકાર પાસે ચાર શ્રમ સંહિતા રોક લગાવવાની માગ કરી છે. આ ઉપરાંત કામદારોને
યુનિયન બનાવવા અને હડતાળ કરવાનો અધિકાર પુન:સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી છે. આ
ઉપરાંત મનરેગા વેતન વધારો અને તેને શહેરી વિસ્તારોમાં વિસ્તૃત કરો, જાહેર આરોગ્ય, શિક્ષણ
અને નાગરિક સેવાઓને મજબૂત બનાવવા સહિતની માગણીઓ કરવામાં આવી છે.
ભારત
બંધથી સમગ્ર ભારતમાં નાગરિક સેવાઓમાં વિક્ષેપ પડવાની સંભાવના છે. જેમાં બેન્કિંગ અને
વીમા સેવાઓ પ્રભાવિત થશે. ટપાલ કામગીરી ખોરવાશે. કોલસા ખાણકામ અને ઔદ્યોગિક ઉત્પાદન
બંધ રહેશે. રાજ્ય સંચાલિત જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ શકે છે.