અમદાવાદ, તા. 8: છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા ત્યારે આજે મોટાભાગના વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો હોય સાંજના 6 વાગ્યા સુધીમાં 103 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં જામનગરના ફલ્લામાં 2.5 અને તાપીના કુકરમુંડામાં 2.4 ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે અન્યત્ર હળવા ભારે ઝાપટા વરસ્યા હતા.
બીજી
બાજુ આગામી 13 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની
શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તાલુકાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવી છે. આવતીકાલે
9 જુલાઇના રોજ નવસારી, વલસાડ, અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ
પડવાની શક્યતા છે. જ્યારે 10 જુલાઇના રોજ ડાંગ,
તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી
કરવામાં આવી છે.
ફલ્લા:
આજે વહેલી સવારે મેઘસવારી આવી પહોચી હતી અને એઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મૌસમનો
કુલ વરસાદ 13 ઇંચ નોંધાયો છે.
ભાવનગર:
ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આજે ભાવનગર શહેર અને જિલ્લાના જેસરમાં
બપોરે પોણા ઈચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે સાંજના 6 વાગ્યા સુધીમાં ભાવનગરના વલભીપુરમાં
7, ઉમરાળામાં 2, ભાવનગર શહેરમાં 17, ઘોઘા 1, પાલીતાણા 7, તળાજા 9 ,મહુવા 2 અને જેસરમાં
17 મી.મી. વરસાદ નોંધાયો હતો.