મતદાનમાં ભાગ ન લીધો, તાલિબાન સાથે સંબંધ વધારવાની દિશામાં પગલું ?
ન્યુયોર્ક,
તા.8 : અફઘાનિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવવામાં આવેલા એક પ્રસ્તાવમાં
ભારતે તટસ્થ રહી એક પ્રકારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ન જઈ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને સંદેશો
આપ્યો છે. ભારતે પ્રસ્તાવ પર મતદાનમાં સામેલ ન થઈ અફઘાનિસ્તાનની આડકતરી મદદ કરી હતી.
ભારત પ્રસ્તાવમાં આતંકવાદના ઉલ્લેખની અસ્પષ્ટતા અંગે ચિંતા દર્શાવી તેને આધારે મતદાનમાં
ભાગ લીધો ન હતો. જાણકારો અનુસાર, ભારત તરફથી તાલિબાન સરકારને ઔપચારિક માન્યતા હજુ આપવામાં
આવી નથી તેવા સમયે ભારતનું આવું વલણ તાલિબાન સાથે સંબંધો આગળ વધારવાની દિશામાં એક પગલું
હોઈ શકે છે.
ભારતે
આવા વલણ સાથે વિશ્વ સમુદાયને સંદેશો આપ્યો કે સામાન્ય રીત ભાતથી કામ કરવાથી અપેક્ષિત
પરિણામ નહીં મળે જેમની વૈશ્વિક સમુદાય અફઘાન જનતા માટે ઉપેક્ષા કરે છે. સંયુક્ત રાષ્ટ્રની
193 સદસ્યની મહાસભામાં સોમવારે જર્મનીએ અફઘાનિસ્તાનમાં હાલત અંગે એક પ્રસ્તાવ રજૂ કર્યો
હતો જેની તરફેણમાં 116 વોટ પડયા, વિરોધમાં બે વોટ રહ્યા અને 1ર દેશ મતદાનથી દૂર રહ્યા
જેમાં ભારત સામેલ હતું.
યુએનમાં
ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વતનેની હરીશે મતદાનમાં
ભાગ ન લેવા અંગે કહ્યું કે કોઈ પણ યુદ્ધોતર સ્થિતિને પહોંચી વળવા એક સમેકિત નીતિમાં
વિવિધ બાબતો સામેલ હોવી જોઈએ જેમાં સકારાત્મક વ્યવહારને પ્રોત્સાહિત કરવા અને હાનિકારક
કાર્યોને ડામી દેતાં ઉપાયો સામેલ હોય. અમારા દૃષ્ટિકોણમાં માત્ર દંડાત્મક ઉપાયો પર કેન્દ્રિત એક તરફી વલણ ન ચાલી શકે. વિશ્વ સમુદાય
અને યુએનએ સંતુલિત દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. ભારત અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ પર
બારીક નજર રાખી રહ્યું છે.