-પૂર
રોકવામાં નિષ્ફળ ગયેલા અમુક વધુ અધિકારીઓને પણ મોતની સજાનો આદેશ
નવી
દિલ્હી, તા. 4 : ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનો તાનાશાહી ચહેરો ફરીથી ઉજાગર થયો
છે. મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં પૂર રોકવામાં નાકામ રહેવાનાં કારણે 30 સરકારી અધિકારીઓને
ફાંસીએ લટકાવી દીધા છે. અમુક અન્ય અધિકારીઓને પણ મોતની સજા આપવાનો આદેશ છૂટયો છે. પૂરનાં
કારણે ઉત્તર કોરિયામાં અત્યારસુધીમાં 1,000થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ચગાંગ
પ્રાંતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનાં કારણે સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.
ચોસુન
ટીવીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાની સરકારે એવા અધિકારીઓ સામે
આકરી કાર્યવાહી કરવાના સમ ખાધા છે જેના ઉપર આરોપ છે કે તે મૃતકોની સંખ્યા રોકવામાં
નિષ્ફળ રહ્યા છે. ચોસુન ટીવીએ એક ઉત્તર કોરિયન અધિકારીના હવાલાથી કહ્યું હતું કે, જવાબદાર
લોકોને આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે અને ગયા મહિનાના અંતમાં પૂર પ્રભાવિત ક્ષેત્રના
20થી 30 અધિકારીઓને એકસાથે મારી નાખવામાં આવ્યા હતા. ઉત્તર કોરિયન કેન્દ્રીય સમાચાર
એજન્સીના કહેવા પ્રમાણે કિમ જોંગ ઉને જુલાઈમાં ચીન પાસેના ચગાંગ પ્રાંતમાં આવેલા વિનાશકારી
પૂર બાદ અધિકારીઓને આકરી સજા આપવાનો આદેશ આપ્યો હતો.