- ભારતીય સિનેજગતમાં પ્રેરણાદાયી યોગદાન બદલ પસંદગી: સરકારની ઘોષણા
નવી
દિલ્હી, તા.30 : વીતેલા જમાનાનાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેજગતમાં
યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. તેમને આ એવોર્ડ 8 ઓક્ટોબર
2024ના રોજ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડના સમારોહમાં એનાયત કરાશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની
વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને આ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય
મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના એક્સ એકાઉન્ટ પર ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે કોલકાતાના
માર્ગોથી સિનેમાની દુનિયામાં શિખર સુધી પહોંચીને મિથુન દાની સિનેજગતની યાત્રાએ અનેક
લોકોને પ્રેરિત કર્યા છે. હું એલાન કરતાં સન્માનિત અનુભવી રહ્યો છું કે દાદા સાહેબ
ફાળકે પસંદગી સમિતિએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેજગતમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન
માટે સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
મિથુનની
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફર પ્રેરણાદાયી રહી છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ
ફિલ્મો આપીને ચાહકોનું મનોરંજન કર્યુ છે. કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવતી અભિનેતા,
નિર્માતા અને રાજકારણી પણ છે. તેમણે 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિન્દી,
બંગાળી, તમિળ, ભોજપુરી, તેલુગૂ, કન્નડ, પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1977
માં ફિલ્મ મૃગયાથી અભિનયનો આરંભ કર્યો હતો. પહેલી ફિલ્મ માટે તેમને બેસ્ટર એક્ટરનો
નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.
પોતાના
કરિયરની શરૂઆતમાં તે નાના રોલ્સમાં જોવા મળ્યા હતા. ‘દો અંજાને’, ‘ફૂલ ખિલે હૈ ગુલશન
ગુલશન’ મૂવીમાં મિથુને નાનકડો રોલ કર્યો હતો. પછી 1979 માં આવેલી લો બજેટ ફિલ્મ ‘સુરક્ષા’એ
તેમને ફેમ અપાવવામાં મદદ કરી. મૂવી ‘પ્રેમ વિવાહ’એ પણ તેમને કરિયરને બૂસ્ટ કરવામાં
મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિથુને ‘હમ સે બઢકર કૌન’, ‘શાનદાર’, ‘િત્રનેત્ર’, ‘અગ્નિપથ’,
‘હમ સે હૈ જમાના’, ‘વો જો હસીના’, ‘એલાન’, ’જોર લગા કે...હૈય્યા’, ‘ચલ ચલેં’, ‘િડસ્કો
ડાન્સર’, ‘ટેક્સી ચોર’, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના
કરિયરમાં ઉમદા અભિનય માટે તેમને 3 વખત નેશનલ એવોર્ડ મળ્યા છે.