‘જાને ભી દો યારો’, ‘મૈં હું ના’, ‘યે જો હૈ જિંદગી’, ‘સારા ભાઇ વિ. સારાભાઇ’થી મેળવી હતી આગવી ઓળખ
મુંબઇ,
તા. 25 (પીટીઆઇ) : ‘જાને ભી દો યારોં’, ‘મૈં હું ના’ અને હિટ ટીવી શો ‘સારાભાઇ વિ.
સારાભાઇ’ સહિત અનેક ફિલ્મો, ટીવી સીરિયલ્સના જાણીતા કલાકાર સતીશ શાહનું આજે અવસાન થયું
હતું. તેઓ 74 વર્ષના હતા. તેમના અંતિમસંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.
શાહના
નિકટના મિત્ર અશોક પંડિતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, કિડની
ફેલ્યોર થવાથી તેમને દાદરના હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત
જાહેર કર્યા હતા.
25મી
જૂન 1951ના જન્મેલા સતીશ શાહ ભારતીય સિનેમા અને ટેલીવિઝનનું જાણીતું નામ હતા. તેમની
કારકિર્દી ઘણા દાયકાઓ સુધી વિસ્તરેલી હતી જે દરમ્યાન તેમણે અનેક નાની-મોટી ભૂમિકાઓ
દ્વારા હાસ્ય વેર્યું હતું.
ફિલ્મ
એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇ)ના સ્નાતક એવા શાહે આરંભમાં ‘અરવિંદ
દેસાઇ કી અજીબ દાસ્તાન’ (1978) અને ‘ગમન’ (1979) જેવી ફિલ્મમાં નાની ભૂમિકાઓ કરી હતી.
ફિલ્મ નિર્માતા કુંદન શાહની 1983ની ક્લાસિક ‘જાને ભી દો યારોં’ બાદ સતીશ શાહને પ્રખ્યાતિ
મળી હતી. ટેલીવિઝન ક્ષેત્રે તેમને ‘યે જો હૈ જિંદગી’ અને ‘િફલ્મી ચક્કર’એ આગવી ઓળખ
આપી હતી. 2000ના દાયકામાં તેમણે રત્ના પાઠક શાહ, રૂપાલી ગાંગુલી, સુમિત રાઘવન અને રાજેશકુમાર
સાથે ‘સારાભાઇ વિ. સારાભાઇ’થી લોકપ્રિયતા મેળવી હતી.
શાહરુખખાનની
‘કભી હાં કભી ના’, ‘િદલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’, ‘મૈં હું ના’, ‘કલ હો ના હો’,
‘ઓમ શાંતિ ઓમ’, આમીર ખાનની ‘ફના’, ‘અકેલે હમ અકેલે તુમ’ સહિત અનેક મુખ્ય પ્રવાહની ફિલ્મોમાં
પણ સતીશ શાહે કામ કર્યું હતું.