• સોમવાર, 27 ઑક્ટોબર, 2025

રાજકોટના મવડીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 26.70 લાખની ચોરી

પરિવાર ભાઈ બીજ મનાવવા બહારગામ ગયો હતો પરત આવ્યા તો મકાનનો દરવાજો ખુલ્લો હતો : CCTV મદદરૂપ થઈ શકવાની શક્યતા

રાજકોટ, તા.25 : દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યી છે. શહેરના મવડી વિસ્તોરના વેપારીના બંધ મકાનમાંથી દાગીના-રોકડ સહિત કુલ રૂ. 26.70 લાખની ચોરીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે.   પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અવધ રેસિડેન્સી પાછળ મવડી ગામ વિસ્તારમાં રહેતો પરિવાર તા. 23 થી 24 દરમિયાન મોટા વડાળામાં રહેતા બહેનના ઘરે ગયો હતો. દરમિયાન ચોર ઈસમ ઘરની દિવાલ ટપી અંદર ઘૂસ્યા હતા અને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.26.70 લાખની માલમતાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે 31 વર્ષીય વેપારી ચિરાગ અશોકભાઈ મેઘાણીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. જેમાં ચોરી થઈ તે ઘરની સામેના સીસીટીવીમાં 2 શખસ રાત્રિના સમયે બંધ ઘરમાં જતા દેખાય છે, પરંતુ તેમના ચહેરાઓ સ્પષ્ટ ન હોવાથી આ ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મુશ્કેલ બની ગયો છે. પરિવાર 24 મીએ રાત્રે 10 વાગ્યે ઘરે આવ્યો ત્યારે મુખ્ય દરવાજામાં ચાવી લઈને ખોલવા જતા હતા, ત્યાં જ ખ્યાલ આવ્યો કે દરવાજો ખુલ્લો છે. જે બાદ ઘરમાં જઈને જોયું તો ઘરના અલગ-અલગ લોક તૂટેલા હતા અને તેમાં 23 તોલા સોનું અને રૂપિયા 2 લાખની રોકડ ચોરાઈ ગઈ હોવાનું જણાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક