સાણંદથી રૂ. 22,516 કરોડના ખર્ચે સ્થપાયેલા માઇક્રોન સેમિકંડક્ટર ફેસિલિટી ઉદ્ઘાટન સાથે ભારતની ટેક ક્રાંતિનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન
અમદાવાદ,
તા. 28: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદ ખાતેથી રૂ. 22,516 કરોડના ખર્ચે સ્થપાયેલા
માઇક્રોન સેમિકંડક્ટર ફેસિલિટી ઉદ્ઘાટન સાથે ભારતની ટેક ક્રાંતિનો પ્રારંભ કરાવ્યો
હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે 20મી સદીનુ રેગ્યુલેટર ઓઇલ હતું, જ્યારે 21મી સદીનું
રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે.
વડાપ્રધાને
જણાવ્યું હતું કે, આ એઆઈ રિવોલ્યુશનની સદી છે. સમગ્ર વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ
અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે. આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના
’સેમિકન્ડક્ટર હબ’ તરીકેની ઓળખને પ્રસ્થાપિત કરશે. આ સુવિધાના પ્રારંભ સાથે જ દેશની
પ્રથમ મેડ ઈન ઈન્ડિયા ચીપ ગુજરાતની ધરા પરથી બનશે. વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, ભારત
અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર
વિશ્વને વિશ્વાસ અપાવતાં કહ્યું કે ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ ઍન્ડ ઇન્ડિયા
ડિલિવર્સ.
પ્લાન્ટના
ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક અઝખઙ (એસેમ્બલી, ટેસ્ટિગ,
માર્કિંગ અને પેકાજિંગ) પ્લાન્ટની કામગીરી અને અન્ય વિગતો દર્શાવતાં પ્રદર્શનને નિહાળ્યું
હતું તથા પ્લાન્ટની મુલાકાત લઈને સેમિકન્ડક્ટર
(જુઓ પાનું 10)
ચિપના
એસેમ્બલી અને પેકાજિંગના વિવિધ અૉપરેશન્સ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય
છે કે, નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન ફેસિલિટી દ્વારા આ પ્લાન્ટનું નિર્માણ
કરવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન
કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ જીઆઈડીસી ખાતે યોજેલા રોડ શૉ અંતર્ગત ઉપસ્થિત
જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમમાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ડેલ ટેક્નોલોજીના
પ્રથમ કોમર્શિયલ મેડ ઇન ઈન્ડિયા શિપમેન્ટને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં હેન્ડઓવર કરવામાં
આવ્યું હતું.
તેમણે
વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી અને સફળ અઈં સમિટ બાદ આજે આપણે ટેકનોલોજી
લીડરશીપ ક્ષેત્રે ભારતની કટિબદ્ધતાના એક ઐતિહાસિક પડાવના સાક્ષી બન્યા છીએ. 10-11 વર્ષ
પહેલાં સુધી ભારતમાં ડેટા અને ચિપની ચર્ચા માત્ર મર્યાદિત વર્તુળોમાં જ થતી હતી અને
ટેકનોલોજીના નામે આપણે માત્ર આઈટી સર્વિસીસ પૂરતા સીમિત હતા, પરંતુ આજે સોફ્ટવેર માટે
જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે.
પ્રોજેક્ટ
સ્થાપનના ભૂતકાળ અંગે તેમણે કહ્યું કે જૂન-2023માં આ સુવિધા માટે ખજ્ઞઞ થયા, સપ્ટેમ્બરમાં
ખાતમુહૂર્ત થયું અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે.
વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે,
પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે દાનત સાફ
હોય અને નિષ્ઠા દેશના તેજ વિકાસ પ્રત્યે હોય, ત્યારે નીતિ સ્પષ્ટ બને છે અને નિર્ણયોમાં
પણ ગતિ આપોઆપ આવી જતી હોય છે.
તેમણે
વધુમાં કહ્યું કે વડાપ્રધાને સેમિકન્ડક્ટરને ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન અને અઈં રિવોલ્યુશનને
જોડતો સૌથી મોટો સેતુ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત હવે આ વૈશ્વિક સેમિકન્ડક્ટર
વેલ્યૂ ચેઇનનો ખૂબ જ મહત્વનો હિસ્સો બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, કોવિડના મુશ્કેલ
સમયમાં વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યા છે અને અત્યાર સુધીમાં સેમિકોન ઇન્ડિયા
પ્રોગ્રામ હેઠળ 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી
આપવામાં આવી છે.
ભારતના
વધતા જતા માર્કેટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ભારતની માંગ
સતત વધી રહી છે, તેથી ’મેક ઇન ઇન્ડિયા’ હવે ફુલ સ્વિંગમાં આગળ વધી રહ્યું છે. છેલ્લા
11 વર્ષોમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદન અને તેની નિકાસમાં અનેકગણો વધારો થયો છે.
અંતમાં
વડાપ્રધાને વિશ્વને મજબૂત સંદેશ આપતા જણાવ્યું હતુ કે જ્યારે ભાવિ પેઢીઓ આ દશકને પાછળ
વળીને જોશે, ત્યારે તેઓ ગૌરવ સાથે કહેશે કે આ દશકમાં ભારતે કેટલી ઊંચી છલાંગ લગાવી
હતી. આ દશક ભારતના ટેક-ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
કેન્દ્રીય માહિતી-પ્રસારણ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ
સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય
છે કે, માઇક્રોનના મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં જજઉ (સોલિડ સ્ટેટ ડ્રાઇવ), ઉછઅખ અને
ગઅગઉ જેવા આધુનિક સ્ટોરેજ અને મેમરી ઉપકરણોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉત્પાદનો ખાસ
કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) ના યુગમાં અત્યંત મહત્ત્વના સાબિત થશે.