• રવિવાર, 01 માર્ચ, 2026

માધુપુર ગીર નજીક બોલેરોએ અડફેટે લેતા બાઇક ચાલક નદીમાં ખાબક્યો

તાલાલા, તા.28: તાલાલા તાલુકાનાં માધુપુર ગીર ગામ પાસે રેલવે ફાટક આગળ વળાંકમાં પ્રાંચી રોડ ઉપરથી રોંગ સાઇડમાં પૂરઝડપે આવતી બોલેરો કારે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તાલાલા કોર્ટમાં ફરજ બજાવતા બાઈક ચાલક રાકેશભાઈ શાંતિલાલ પંડ્યા (ઉં. 45) ફંગોળાઈને બાજુમાંથી પસાર થતી નદીમાં પડયા હતા. અકસ્માતની જાણ થતાં આસપાસના ખેડૂતો તથા રાહદારીઓ નદીના પટમાં પડેલા રાકેશભાઈને બહાર લાવ્યા હતા. બાઇકચાલકે હેલ્મેટ પહેરેલું હોવાથી ગંભીર ઈજાથી બચી ગયા હતા પરંતુ હાથ અને પગમાં અતિ ગંભીર ઈજાઓ થતા 108 મારફત વેરાવળ ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા હતા જ્યારે અકસ્માત સર્જી બોલેરો કાર ચાલક રફુચક્કર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ તુરંત બનાવના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક