એર ઈન્ડિયાની ફલાઈટ અધવચ્ચેથી પરત ફરી : ઘણી ફલાઈટ્સ રદ
નવી
દિલ્હી, તા. 28 : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ભારતીય એરલાઈન્સ ઉપર
પણ પડી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફલાઈટ્સને અધવચ્ચેથી જ ભારત પરત ફરવું પડયું હતું.
એરલાઈને પુષ્ટિ કરી હતી કે 28 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી તેલ અવીવ માટે રવાના થયેલી
એઆઈ139 ફલાઈટ ઈઝરાયલનું હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ભારત પરત ફરી રહી છે.
બન્ને
તરફથી થઈ રહેલા હુમલાના કારણે બન્ને દેશોએ પોતપોતાના એરસ્પેસને બંધ કરી દીધું છે. જેના
કારણે દિલ્હી અને તેલઅવીવ વચ્ચેની ફલાઈટ્સને અસર પડી છે. રિપોર્ટ અનુસાર મધ્ય પૂર્વમાં
ભારે સંઘર્ષની સ્થિતિના કારણે ઘણી એરલાઈન્સે પોતાના રુટ્સ બદલ્યા છે અને ઘણી ફલાઈટ
વર્તમાન સમયે રદ પણ કરી દીધી છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટની તમામ ફલાઈટને રદ કરી દીધી
છે કારણ કે ઈરાન દ્વારા મધ્ય પૂર્વમાં રહેલા તમામ અમેરિકી બેઝને નિશાન બનાવવાની શરૂઆત
કરી હતી. જેના પરિણામે સંઘર્ષ વધારે ગંભીર બન્યો હતો.