• રવિવાર, 01 માર્ચ, 2026

સુરતના ડિંડોલીમાં જ્વેલર્સને તસ્કરે લોખંડના સળિયાથી ડરાવી 3.57 લાખની લૂંટ ચલાવી

બુકાનીધારી શખસે ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશ કરી ચાંદીની મૂર્તિ અને બૂટીઓ લઈને નાસી ગયો

સુરત,તા.28 : સુરતનાં ડિંડોલી-કરડવા રોડ પર આવેલી એક જ્વેલર્સની દુકાનમાં બૂકાનીધારી ધાડપાડૂઓએ 3.57 લાખની લૂંટ ચલાવી હતી. મોઢે કાળુ કપડું બાંધીને આવેલો એક અજાણ્યો શખસ વેપારીને લોખંડના સળિયા વડે ડરાવી-ધમકાવીને રૂ.3.57 લાખની લૂંટ કરી નાસી છૂટયો હતો.

રાજસ્થાનના રાજસમંદના વતની અને હાલ સુરતના ડિંડોલીમાં રહેતા હરાસિંગ કિતાવત શ્રીનાથ સોસાયટીમાં મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. બપોરના પોણા બે કલાકે તેમની હાજરીમાં એક અજાણ્યા શખસે ગ્રાહકના સ્વાંગમાં પ્રવેશ કર્યો અને વેપારીને લોખંડનો સળિયો કાઢી વેપારી પર હુમલો કરી તેને ડરાવીને લૂંટ ચલાવી હતી. લૂંટારૂએ વેપારીની દુકાનમાં રહેલો કેટલોક કિંમતી માલસામાન સાફ કરવાનું શરૂ કર્યું હતું. તસ્કરે દુકાનમાં ચાંદીની 22 નંગ મૂર્તિ, ખુલ્લા લોકરમાંથી 24 જોડી નાની બૂટીઓ મળીને રૂ.3.24 લાખનો માલસામાન લઈને નાસી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે લૂંટારૂની તપાસ આદરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક