• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

સેમીકન્ડક્ટર, અઈં, ડેટા સેન્ટરનું હબ બનશે ગુજરાત ઃ મુખ્યમંત્રી

સાન ફ્રાન્સીસ્કોમાં ગુજરાતી સમુદાયો સાથે બેઠક કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ સંવાદથી પ્રવાસનો પ્રારંભ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.17 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.ના સાન ફ્રાંન્સીસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. તબક્કે મુખ્યમંત્રીએ, કહ્યું હતું કે, ગુજરાત સેમીકન્ડક્ટર, એઆઈ, ડેટાસેન્ટર, બાયોટેક્નોલોજી જેવા ન્યુ એજ સેક્ટર્સમાં હબ બનીને વિકસિત ભારતનો સંકલ્પ વિકસિત ગુજરાતથી સાકાર કરશે. આગામી વાયબ્રન્ટ સમિટ-2027 માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે. તેમણે સાન ફ્રાંન્સીસ્કોના ગુજરાત સમુદાયો, ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને સમિટમાં જોડાવા આમંત્રન પણ પાઠવ્યું હતું.

આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. કેનેડાના ઉદ્યોગ-રોકાણકારોને સહભાગી થવા અને ગુજરાતમાં નિવેશ-ઉદ્યોગ સંસ્થાપન માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરિય ડેલિગેશન સાથે યુ.એસ. અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. તેમણે, સંદર્ભમાં સાન ફ્રાંન્સીસ્કોમાં વસતા ગુજરાતી સમુદાયો સાથે બેઠક યોજીને ગુજરાતની પ્રભાવક વૈશ્વિક વિકાસ ગાથા પ્રસ્તુત કરી હતીમુખ્યમંત્રી સાથે ગુજરાતી સમુદાયના લોકોએ પ્રશ્નોત્તરી કરીને રાજ્યના સર્વાંગી વિકાસની ગતિ અને પ્રગતિની વિગતો જાણવામાં ખૂબ ઉત્સુક્તા દાખવી હતી. મુખ્યમંત્રીએ, ગુજરાતી સમુદાયો ખાસ કરીને સિલીકોન વેલીમાં સેમીકન્ડક્ટર, એઆઈ ટેક્નોલોજી અને ઈનોવેશનના ઈમર્જિંગ સેક્ટરમાં જે નોંધપાત્ર યોગદાન આપે છે તેની પ્રસંશા કરી હતી.

તેમણે કહ્યુ હતું કે, આવી વૈશ્વિક પ્રતિભાઓ અને તેમના વતન રાજ્ય ગુજરાતની કંપનીઓ, ઉદ્યોગો વચ્ચે એક સુદૃઢ સેતુ ગુજરાત સરકાર બનાવવા માગે છે. આના પરિણામે નોલેજ શારિંગ, ટેક્નોલોજી સહયોગ અને માર્ગદર્શનની નવી વૈશ્વિક તકો રાજ્યમાં ખૂલશે અને વિકસિત ભારત-2047ના લક્ષ્યો ઝડપથી સિદ્ધ થઈ શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક