• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

રાહુલને મોટી રાહત ; અમિત શાહ માનહાનિ કેસમાં દોષમુક્ત

2018ના કેસમાં ઉત્તરપ્રદેશની કોર્ટની કોંગ્રેસ નેતાને રાહત

નવી દિલ્હી, તા. 26 ઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને વર્ષ 2018ના માનહાનિ કેસમાં ઉત્તરપ્રદેશની સુલ્તાનપુર વિશેષ એમપી-એમએલએ કોર્ટે દોષમુક્ત કરી મોટી રાહત આપી છે. આ કેસ ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહ સામે કરાયેલી આપત્તિજનક ટિપ્પણી અંગેનો હતો, જેમાંથી તેમને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ તેમના વકીલ કાશી પ્રસાદ શુક્લાએ કરી છે.

 આ કેસ વર્ષ 2018માં કર્ણાટકના બેંગ્લુરુ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં

આવેલી ટિપ્પણીઓ સાથે જોડાયેલો હતો. આ ટિપ્પણીઓ તત્કાલીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આપત્તિજનક હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ કેસના આખરી ચુકાદાની સુનાવણી માટે રાહુલ ગાંધી પોતે દિલ્હીથી ખાસ સુલ્તાનપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. આ મામલે ભાજપના તત્કાલીન જિલ્લા ઉપપ્રમુખ અને સ્થાનિક ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે આ કેસના સંદર્ભમાં રાહુલ ગાંધીને 16 ડિસેમ્બર 2023ના રોજ સમન્સ પાઠવ્યા હતા. ચુકાદો આવે તે પહેલાં ફરિયાદી વિજય મિશ્રાએ આશા વ્યક્ત કરી હતી કે, 2018થી 2026 સુધી સતત ચાલેલી આ કાનૂની લડાઈમાં તેમને ન્યાય મળશે.

વકીલ કાશી પ્રસાદ શુક્લાના જણાવ્યા મુજબ, મે 2018માં બેંગ્લુરુની એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેનાથી નારાજ થઈને વિજય મિશ્રાએ સુલ્તાનપુર કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક