ક્ષ સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળ જાહેર કર્યે, સહાયથી ખેડૂતોને અસંતોષ
ક્ષ પશુઓ માટે ઘાસના ડેપો શરૂ ઃ
જળાશયોમાં પાણીનો જથ્થો
પીવા માટે અનામત
જામનગર, પોરબંદર, તા.26 ઃ (ફૂલછાબ ન્યૂઝ) ઓછો અને વિલંબિત વરસાદ પડÎો છે તેવા જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લાને ગુજરાત સરકારે આખરે દુષ્કાળગ્રસ્ત
જાહેર કર્યા છે. સરકારે વિલંબથી પણ ખેડૂતો માટે આશાવાદી નિર્ણય કર્યો છે. જેના આકરાં
પ્રત્યાઘાતો ખેડૂત આલમમાં પડÎા છે. ખેડૂતોને સહાય
અપૂરતી લાગી છે જે વધારવાની ચોમેર માગણી ઉઠી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ
મંત્રી જીતુ વાઘાણીએ કરેલી જાહેરાત પ્રમાણે
કેન્દ્રની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 અનુસાર ચાર જિલ્લાઓને
દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરેરાશ 89 ટકા જેટલો વરસાદ થયો છે પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે.
જામનગરમાં ખેડૂતો પાસે એકાદ કે બે પાણીની સગવડ બચી છે તેઓ ઓછા પાણીએ થતાં શિયાળુ
પાક જીરૂ અને ચણાનું વાવેતર કરે તેવો મત કૃષિ તજજ્ઞોએ વ્યકત કર્યો છે. જયારે વધુ પિયતે
થતાં ઘઉં, રાયડો, ધાણા, લસણ અને ડુંગળી સહીતના પાકનું પાણીની સુવિધા વગર વાવતેર કરવું મહદઅંશે અશકયછે.
પીવાના પાણીની સમસ્યા છે. સૌની યોજના દ્વારા જળાશયોમાં નર્મદાના નીર ઠાલવી પીવાના પાણી
વિતરણનું ગાડું ગબડાવામાં આવી રહ્યું છે.
ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાઇ રહ્યા છે તે જથ્થો પણ પીવાના પાણી માટે
અકબંધ રાખવામાં આવી રહ્યો છે.
અપૂરતા વરસાદના કારણે જિલ્લાના ખેતરોમાં આવેલા મોટાભાગના બોર-કૂવા ડૂકી ગયા છે.
ચેકડેમ અને નદી-તળાવ પણ સૂકાભઠ્ઠ બન્યા છે.
પશુપાલકોને મુશ્કેલી ન પડે તે માટે જામનગર જિલ્લામાં 7 જેટલા સરકારી ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. આ ડેપો પરથી પશુપાલકોને માત્ર રૂ.2 પ્રતિ કિલોગ્રામના રાહતદરે ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
પોરબંદર જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થયો છે ત્યારે ડેમો તળિયાઝાટક છે અને પાક પણ
નિષ્ફળ ગયો છે ત્યારે વધુ મદદની જરૂરિયાતની માંગ થઈ છે.
પોરબંદરમાં માત્ર 262 મીમી વરસાદ થયો છે, જે સરેરાશના માત્ર 19.12% જ વરસાદ થયો છે. ખરીફ
પાકો મોટાંભાગે નિષ્ફળ ગયા છે. સરકારે અત્યાર સુધીમાં 1.21 કરોડ કિલો ઘાસ રાહત દરે (“2 પ્રતિ કિલો) વિતરણ
કર્યું છે અને હજુ 3 કરોડ કિલો સ્ટોકમાં છે એમ કહેવાયું છે. પરંતુ તે જથ્થો ખૂબ
જ ઓછો છે પશુઓની સંખ્યા વધુ છે તેથી આ બાબત પણ ચિંતા જન્માવે તેવી છે.
ખેડૂતોને 8,500 રૂપિયા પ્રતિ હેક્ટર (વધુમાં વધુ 2 હેક્ટર) જઉછિ હેઠળ સહાય મળશે તે ખૂબ જ ઓછી છે કારણ કે ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી
કે 40 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ
થાય છે તેની સામે આ રકમ મામુલી છે.
ખેડૂતોને સહાય વાસ્તિવક નુકસાનની તુલનાએ અપૂરતી
ખેડૂતો આખું વર્ષ ખેતરમાં પરસેવો પાડીને પાક ઉગાડવા માટે મહેનત કરે છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, મજૂરી અને અન્ય ખેતીલક્ષી
ખર્ચ કર્યા બાદ જ્યારે કુદરતી પરિસ્થિતિઓના કારણે પાકને નુકસાન થાય છે, ત્યારે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવી સ્થિતિમાં સરકારે જાહેર કરેલી
સહાયની રકમ ખેડૂતોના વાસ્તવિક નુકસાનની સરખામણીએ અપૂરતી છે. પ્રતિ પશુ દૈનિક રૂ. 80ની સહાય માત્ર બે મહિના માટે છે. બે મહિના બાદ પણ જો દુષ્કાળની પરિસ્થિતિ યથાવત
રહે અને ઘાસચારાની અછત ચાલુ રહેશે તો તો પશુપાલકો પશુઓનો નિભાવ કેવી રીતે કરશે.