• શનિવાર, 27 જુલાઈ, 2024

ગઝવા-એ-હિંદ કેસની તપાસ: ગિર-સોમનાથમાં NIAનો દરોડો

ચાર રાજ્યમાં સંદિગ્ધો ઉપર ગઈંઅની ધોંસ: વાંધાજનક સાહિત્ય અને ડિજિટલ ઉપકરણો જપ્ત

નવીદિલ્હી,તા.26: બિહારમાં પકડાયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથ ગઝવા-એ-હિંદનાં મોડયુલનાં કેસમાં આજે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ) દ્વારા ગુજરાતમાં ગિર-સોમનાથ સહિત દેશનાં કુલ 4 રાજ્યોમાં ધોંસ બોલાવી હતી અને આ દરોડાની કાર્યવાહીમાં વાંધાજનક દસ્તાવેજ, સાહિત્ય અને ડિજિટલ ઉપકરણાની જપ્તી કરવામાં આવી હતી.  જે સંદિગ્ધોનાં ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા ત્યાંથી તેમનાં પાક. સ્થિત સંપર્કોની જાણકારીઓ પણ એનઆઈએને હાથ લાગી છે. આ તમામ સંદિગ્ધ કટ્ટરપંથીઓ ગઝવા-એ-હિંદનાં સંચાલકો સાથે સંપર્કમાં હતાં અને ભારત વિરોધી પ્રચાર-પ્રસારમાં સંડોવાયેલા હતાં.

એનઆઈએ દ્વારા આજે મધ્યપ્રદેશનાં દેવાસ, ગુજરાતમાં ગિર-સોમનાથ જિલ્લામાં, ઉત્તરપ્રદેશનાં આઝમગઢ અને કેરળનાં કોઝિકોડમાં સંદિગ્ધોનાં ઠેકાણાઓ ઉપર દરોડા પાડવમાં આવ્યા હતાં. જેમાં મોબાઈલ ફોન, સિમકાર્ડ ઉપરાંત અનેક મહત્વનાં દસ્તાવેજો અને સાહિત્ય પણ કબ્જે લેવામાં આવ્યા હતાં.

જે કેસનાં અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી તે 14 જુલાઈ 2022નાં રોજ બિહારનાં પટણા જિલ્લાનાં ફુલવારીશરીફ પોલીસ દ્વારા મરગૂબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ પછી નોંધવામાં આવ્યો હતો. મરગૂબ ગઝવા-એ-હિંદ નામક વોટ્સએપ ગ્રુપનો એડ્મિન હતો. જે ગ્રુપ જૈન નામક એક પાક. નાગરિકે બનાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024