• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

MP : ધાર ભોજશાળામાં નીકળી પ્રાચીન મૂર્તિઓભોપાલ, તા.10 : મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા (રાજા ભોજે

બંધાવેલું મંદિર)નો એએસઆઇ સરવે ચાલી રહ્યો છે. સરવેના 80મા દિવસે સીડીઓ નીચે બંધ એક ઓરડામાંથી ભગવાન શ્રીગણેશ, મા વાગ્દેવી, મા પાર્વતી, હનુમાનજી તથા અન્ય દેવીઓની પ્રતિમાઓ મળી આવી છે. જે સાથે સનાતની આકૃતિઓવાળા શંખ-ચક્ર, શિખર સહિત 79 અવશેષ મળી આવતાં તેને ભોજશાળાના પ્રમાણિત હોવાની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ ગણાવાઈ છે.

બીજીતરફ મુસ્લિમ પક્ષકારોએ વાંધો ઉઠાવતાં કહ્યંy કે, આ તમામ ચીજોને બાદમાં અહીં રાખવામાં આવી હતી. જીપીઆર મશીનની તપાસમાં ડેટાના આધારે સરવે માટે ઓરડાને ખોલવામાં આવ્યો હતો. જ્યાં યજ્ઞશાળાની માટી હટાવવામાં આવતાં દેવી દેવતાંઓની વિવિધ પ્રતિમાઓ નીકળી હતી જેમાં દોઢથી બે ફૂટની પ્રતિમા છે. સરવેમાં ખોદાણ વખતે ઉત્તર ભાગમાં લેવલિંગ વખતે પિલરના બેઝ, વચ્ચેના ભાગ સહિત 6 મોટા સનાતની અવશેષ મળ્યા છે. જેને એએસઆઇએ તપાસમાં સામેલ કર્યા છે. હિંદુ પક્ષના ગોપાલ શર્માએ જણાવ્યું કે, વરસાદને પગલે ભોજશાળા આસપાસ બનાવવામાં આવેલી ટ્રેંચને માટી ભરીને બંધ કરવામાં આવી છે. જે અવશેષો મળ્યા છે તે પ્રમાણિત છે અને અત્યાર સુધીના સરવેમાં એક દિવસમાં સૌથી વધુ અવશેષ મળ્યા છે. મુસ્લિમ પક્ષના અબ્દુલ સમદનું કહેવું છે કે, આ સરવે સંપૂર્ણ રીતે હાઇ કોર્ટના આદેશ બાદ ગુપ્ત રીતે કરાઈ રહ્યો છે. માટી હટાવ્યા બાદ પરિસરમાં લેવલિંગનું કામ પણ થયું છે. જે અવશેષ સફાઈમાં મળ્યા છે તે બાદમાં રાખવામાં આવ્યા છે. આ અવશેષોને યાદીમાં સામેલ કરવા પર તેને રાખવામાં આવનાર વર્ષને સામેલ કરવાની અપીલ એએસઆઈ સમક્ષ નોંધાવવામાં આવશે.

પરમાર વંશના રાજાએ બંધાવેલી ભોજશાળા પર મુઍિસ્લમ આક્રમણખોરોએ હુમલો કર્યા બાદ તેના ભાગમાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક