• સોમવાર, 09 માર્ચ, 2026

શિક્ષકોને સમજીએ છીએ શું ?

વિદ્યાર્થીઓને પરીક્ષામાં સિલેબસ (અભ્યાસક્રમ) બહારનો પ્રશ્ન પૂછાય અને જે વ્યાકુળતાનો અનુભવ તેઓ કરે તેવી જ વિહ્વળતા રાજકોટ જિલ્લાના શિક્ષકોમાં દેખાઈ રહી છે. આમ તો શાળામાં અધ્યયન કરાવવા ઉપરાંત અનેક એવાં કામો શિક્ષકો પાસે કરાવવામાં આવતા હોય છે જેનો વારંવાર વિરોધ થતો રહે છે. શિક્ષકોએ અમુક કામ કરવા જોઈએ કે નહીં તે માટે સતત ભિન્ન અભિપ્રાય વ્યક્ત થતા રહે છે પરંતુ આ વખતે જે પરિપત્ર રાજકોટ જિલ્લા પંચાયતના સુજ્ઞ અધિકારીએ જાહેર કર્યો છે તેનો વિરોધ શિક્ષકો કરે તો કરે પણ ખરા. વાત એવી છે કે શાળાની આસપાસ પાનની દુકાને તમાકુ-મસાલા ન વેચાય તે જોવાની જવાબદારી પણ હવે શિક્ષકોની રહેશે તેવો ડહાપણભર્યો આદેશ જાહેર થયો છે.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ એવો આદેશ કર્યો છે કે જિલ્લામાં શાળાની આસપાસના સો મીટર વિસ્તારમાં કોઈ દુકાનમાં જો તમાકુ વેચાતી હોય તો તેની જવાબદારી આસપાસની શાળાના આચાર્યની રહેશે. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ ગાવિંદે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે શાળા સંકુલની આસપાસ સિગારેટ કે તમાકુનું વેચાણ થતું હોય અને ગ્રામજનો-અન્ય લોકો તેનું સેવન કરે તો વિદ્યાર્થીઓને દુપ્રેરણા મળે. વડીલો પણ વિદ્યાર્થીઓને આ વસ્તુઓ લેવા મોકલે જેને લીધે તેમના મન ઉપર નકારાત્મક અસર થાય. તેથી રાજ્ય સરકારે કોપ્ટા (ભશલફયાાિંયિંત ફક્ષમ જ્ઞાવિંયિ જ્ઞિંબફભભજ્ઞ જ્ઞિમીભાતિં ફભાિં )-2023ની કલમ 6 બી અનુસાર શૈક્ષણિક સંકુલની 100 મીટરની ત્રિજયામાં કોઈ પ્રકારના તમાકુ ઉત્પાદનનું વેચાણ ગુનો છે.

આ અધિનિયમના ઉલ્લંઘન બાબતે શાળાના આચાર્યોને અધિકૃત કરાયા છે. હવે તેનો અમલ રાજકોટમાં શરુ કરાવાયો છે અને જિલ્લાની શાળાઓ આસપાસ તમાકુ ન વેચાય તે જોવાની જવાબદારી સરપંચ અને આચાર્યોની રહેશે. સ્વાભાભાવિક રીતે શિક્ષકો-આચાર્યોને આ કાર્યવાહી અનુકૂળ ન જ આવે. શિક્ષક સંઘોએ અત્યારે તો વિનંતિભર્યા સ્વરે પોતાને એમાંથી બાદ રાખવા કહ્યું છે પરંતુ 4000 જેટલા શિક્ષકોએ વિરોધની ચેતવણી પણ આપી છે. થોડા સમય પૂર્વે જ મતદારયાદી સુધારણા જાયભશફહ જીળળફyિ છયદશતશજ્ઞક્ષ - જઈંછ)  પ્રક્રિયામાં શિક્ષકોને જોડવામાં આવ્યા ત્યારે વિરોધ થયો હતો, શિક્ષકોએ અત્યંત માનસિક તનાવનો અનુભવ કર્યો, કેટલાક સ્થળે તો આત્મહત્યાના કિસ્સા પણ બન્યા હતા. જો કે તે કામ એવું હતું કે તેનો વિરોધ ન થવો જોઈએ તેવું અનેક લોકો માનતા. વસતી ગણતરી, દુષ્કાળ કે વાવાઝોડાં પછી રાહતના આકલન સહિતના કામો માટે, ચૂંટણી પ્રક્રિયામાં શિક્ષકોને જોડવામાં આવે છે કારણ કે એવી એક દૃઢ માન્યતા છે કે તેઓ કોઈ પણ કામ ચોક્સાઈથી કરે. ગણતરી કે પૃથક્કરણ જેવાં કામ શિક્ષકોને હાથવગાં હોય છે. થોડા સમય પૂર્વે શેરીના શ્વાનની ગણતરી કરવામાં પણ શિક્ષકોનો ઉપયોગ કરવાની વાત આવી હતી. હવે રાજકોટમાં આ તમાકુ નિષેધ માટે ગુરુજનોને કામે લગાડવાની વાત છે. શિક્ષકોનો આ વખતે વિરોધ કે વાંધો યોગ્ય છે. પોતાના કામમાં નિષ્ઠા, કૌશલ્ય જેવા અનેક મુદ્દા છે પરંતુ તેને આ પરિપત્ર સાથે કોઈ સંબંધ નથી. સરકારે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તાત્કાલિક આમાં મધ્યસ્થી કરી તમાકુ વેચાણ રોકવાની જવાબદારીમાંથી આચાર્યો-િશક્ષકોને મુક્ત કરવા અને રાખવા જોઈએ. સવાલ એ થાય છે કે આખરે આપણે શિક્ષકોને સમજીએ શું છીએ ?

 

ઇ-પેપરના નવા શુલ્ક