• શનિવાર, 07 માર્ચ, 2026

સેમસનનો કેચ પડતો મુકવો મોંઘો પડયો : બ્રુક હાર-જીતનું અંતર ફિલ્ડીંગ રહી : કોચ મેક્યૂલમ

મુંબઈ, તા.6: હાઇ સ્કોરીંગ સેમિ ફાઇનલમાં ભારત સામેની 7 રનની નજીકની હારથી ટી-20 વિશ્વ કપની બહાર થનાર ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન હેરી બ્રુકે સ્વીકાર્યું કે મારી ભૂલને લીધે ટીમને હાર મળી. કેપ્ટન બ્રુકે સંજૂ સેમસનનો 1પ રને આસાન કેચ પડતો મુક્યો હતો. બાદમાં સેમસને 89 રનની ઇનિંગ રમી હતી. કેચ છોડયા પછી સેમસને 3પ દડામાં 74 રન ઉમેરી ભારતનો સ્કોર 2પ0 ઉપર પહોંચાડયો હતો. ફિલ્ડીંગમાં ઈંગ્લેન્ડની આ એક ભૂલ ન હતી. હાર્દિક પંડયાનો કેચ ટોમ બેંટને મુક્યો હતો.

મેચ પછી ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે કહ્યું સેમસનનો કેચ છોડી મેં મોટી ભુલ કરી. કેચ જ મેચ જીતાડે છે. આ વાત મારા મગજમાં રહેશે. લાંબા સમય સુધી ભુલાશે નહીં. હું વારંવાર સ્કોરબોર્ડ પર નજર કરતો હતો. તે રન બનાવે જતો હતો. મને આ કેચ 89 રનમાં પડયો.

મેચ પછી ઈંગ્લેન્ડના કોચ બ્રેંડન મેકયૂલમે પણ સ્વીકાર્યુ કે હાર-જીતનો તફવાત ફિલ્ડીંગ રહી. આટલી ભીડ વચ્ચે ફિલ્ડીંગ કરવી આસાન નથી હોતી, પણ અક્ષર પટેલે જે બે કેચ કર્યાં તે જ હાર-જીતના અંતમાં ફરક રહ્યા.

ઇ-પેપરના નવા શુલ્ક