ત્રિવેન્દ્રમ, તા. 7 : કેરળ પ્રવાસે પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે ચીનની ઔદ્યોગિક પ્રણાલીની પ્રશંસા કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો હું રાજનીતિમાં ન હોત તો એરોસ્પેશમાં હોત.
લોકસભામાં
વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, ચીને એક શાનદાર ઔદ્યોગિક સિસ્ટમ બનાવી છે, જેનો દુનિયામાં
કોઈ મુકાબલો નથી.
જો
કે, તેની જબરદસ્તીવાળી સિસ્ટમ પસંદ નથી, ચીન
લોકતાંત્રિક નથી, તેવું પણ રાહુલે બે દિવસના કેરળ પ્રવાસ દરમ્યાન કહ્યું હતું.
ચીને
ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્ર પર પકડ મજબૂત બનાવી લીધી છે, તો ભારત, અમેરિકા જેવા દુનિયાના
દેશો સામાન બનાવવાનાં સ્થાને વેચાણ અને ઉપયોગ પર વધુ ધ્યાન દે છે.
કોંગ્રેસ
નેતાએ કહ્યું હતું કે, હકીકતમાં વધુ અને સ્થિર નોકરીઓ ફેક્ટરીઓમાં ઉત્પાદનનાં ક્ષેત્રમાં
વધુ હોય છે.
રાહુલે
જણાવ્યું હતું કે, જો ભારત દેશના લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખતાં એક આદર્શ ઔદ્યોગિક
ઉત્પાદન પ્રણાલી બનાવી શકે તો એ ભારતના લોકોની મોટી સેવા હશે.